Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપાની જનરલ બોર્ડની બેઠક બની ‘મોબાઈલ સભા’:પ્રજાના પ્રશ્નો ભૂલી નગરસેવકો વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામમાં મશગૂલ, કોઈ ચેટિંગમાં તો કોઈ ફોટા જોવામાં વ્યસ્ત

    एक दिन पहले

    જામનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં શહેરના વિકાસ અને પ્રજાના પ્રશ્નોની ગંભીર ચર્ચાને બદલે નગરસેવકોની મોબાઈલ વ્યસ્તતાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શહેરના નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ અને વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે મળતી સામાન્ય સભામાં મોટાભાગના કોર્પોરેટરો કાર્યવાહીમાં ધ્યાન આપવાને બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ સ્થિતિને કારણે મહત્વપૂર્ણ સામાન્ય સભા માત્ર ઔપચારિકતા બની રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. સિનિયર કોર્પોરેટરો પણ મોબાઈલમાં ગળાડૂબ સામાન્ય રીતે નવા ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપતા અને ગૃહની ચર્ચામાં સક્રિય રહેતા સિનિયર કોર્પોરેટરો પણ મોબાઈલના મોહથી દૂર રહી શક્યા નહોતા. ખાસ કરીને પહેલી અને બીજી હરોળમાં બેઠેલા કેટલાક અગ્રણી નગરસેવકો સભાની કાર્યવાહી દરમિયાન સોશિયલ મીડિયા અને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. બીજી તરફ, છેલ્લી હરોળમાં બેઠેલી મહિલા નગરસેવિકાઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવામાં મશગૂલ જોવા મળી હતી. કોઈ વોટ્સએપ ચેટિંગમાં તો કોઈ ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવામાં વ્યસ્ત સભાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન કેટલાક નગરસેવકો વોટ્સએપ પર ચેટિંગ કરી રહ્યા હતા, તો કેટલાક ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવામાં વ્યસ્ત હતા. અમુક સભ્યો મોબાઈલની ગેલેરીમાં ફોટા જોતા અને કેટલાક ચાલુ સભાએ ફોન પર વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. આમ, પ્રજાના પ્રશ્નો માટે મળેલી સામાન્ય સભામાં નગરસેવકોની મોબાઈલ વ્યસ્તતા ચર્ચાનો વિષય બની હતી. મોબાઈલમાં વ્યસ્ત જોવા મળેલા નગરસેવકો જનરલ બોર્ડની બેઠક દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળેલા નગરસેવકોમાં પાર્થભાઈ કોટડીયા, રાજુભાઈ યાદવ, યોગેશભાઈ કણજારીયા, અમરભાઈ કનખરા, ધવલભાઈ નાખવા, નિલેશભાઈ હાડા, દર્શનભાઈ શેઠ, દીપકસિંહ ચૌહાણ, રાજુભાઈ કરમુર અને આલાભાઈ રબારીનો સમાવેશ થાય છે. જ્યારે મહિલા નગરસેવિકાઓમાં નિશાબેન અસવાર, હેતલબેન અમેથીયા, નીતાબા જાડેજા, સંગીતાબેન ગુઢકા, શર્મિલાબેન નંદા, નિશાબેન ધવલ અને ધર્મીનાબેન સોઢા મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં. જનપ્રતિનિધિઓની જવાબદારી સામે ઊભા થયા સવાલો શહેરના નાગરિકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા મળે તે આશા સાથે જનપ્રતિનિધિઓને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલે છે. ત્યારે સામાન્ય સભા જેવા મહત્વના મંચ પર જ નગરસેવકો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતાં તેમની જવાબદારી અને પ્રજાના પ્રશ્નો પ્રત્યેની ગંભીરતા સામે સવાલો ઊભા થયા છે. મોટાભાગના સભ્યોની મોબાઈલ વ્યસ્તતા વચ્ચે જ સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર પરિક્રમા પ્રારંભ ભવનાથ અંબાજી મંદિર ભક્તોની ભારે ભીડ:ભવનાથ ક્ષેત્રમાં વહેલા પહોંચેલા પરિક્રમાર્થીઓ ગિરનાર પર્વત પહોંચ્યા, અંબાજી મંદિર પરિસર ખાતે ભાવિકોનો જમાવડો
    Next Article
    નારણપુરામાં પોલીસની નેશનલ બેડમિન્ટન-ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ:દેશભરમાંથી 1,046 ખેલાડી સ્પર્ધામાં સહભાગી, ગુજરાતના DGP સહિત ટોચના અધિકારીઓ મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment