Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરામાં પોલીસની નેશનલ બેડમિન્ટન-ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ:દેશભરમાંથી 1,046 ખેલાડી સ્પર્ધામાં સહભાગી, ગુજરાતના DGP સહિત ટોચના અધિકારીઓ મેદાનમાં

    एक दिन पहले

    અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં પોલીસની નેશનલ કક્ષાની બેડમિન્ટન તેમજ ટેનિસ ટુર્નામેન્ટ શરુ થઈ છે. દેશના તમામ રાજ્યોમાંથી અનેક IPS અને અન્ય ટોચના અધિકારીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ખાસ મહિલા IPS અને પોલીસ ઈન્સ્પેક્ટર બહેનો ખુબ જ ઉત્સાહથી મેચો રમી રહી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના DGP જી.એસ મલીક પણ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટમાં કુલ 1046 ખેલાડીઓ છે. 19મીથી શરુ થયેલી ટુર્નામેન્ટ 24મીએ પૂરી થશે. આ ટૂર્નામેન્ટ વિજેતા થયેલા ખેલાડીઓને આગામી 2027માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ભાગ લેવાની તક મળી શકશે. મહત્વનું છે કે, પોલીસની બેડમિન્ટન અને ટેબલ ટેનિસની આ ટુર્નામેન્ટ ગુજરાતમાં અને અમદવાદમાં સૌ પ્રથમવાર યોજાઈ રહી છે. 38 ટીમ અને બંને રમતમાં 1046 ખેલાડી અમદાવાદમાં ફરજ બજાવતા અને વર્ષોથી બેડમિન્ટન રમતા ACP જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં દેશભરમાંથી 10 સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (CPO), 24 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 38 ટીમ ભાગ લઈ રહી છે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસ બંને રમતોમાં 1,046થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે. અહીં ખેલાડીઓ માટે ગુજરાત પોલીસે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે. ગુજરાતમાંથી DGP સહિતના કેટલાક IPS અને જીલ્લા પોલીસ વડાઓ ભાગ લઈ રહ્યા છે. ગેઝેટેડ ઓફિસર્સની કેટેગરીમાં 94 પુરુષ અને 32 મહિલા અધિકારી વધુમાં જીતેન્દ્ર યાદવે કહ્યું કે, બેડમિન્ટનની ગેઝેટેડ ઓફિસર્સની કેટેગરીમાં 198 પુરુષ અને 41 મહિલા અધિકારીઓ, જ્યારે નોન ગેઝેટેડ ઓફિસર્સની કેટેગરીમાં 340 પુરુષ અને 116 મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે ટેબલ ટેનિસમાં ગેઝેટેડ ઓફિસર્સની કેટેગરીમાં 94 પુરુષ અને 32 મહિલા અધિકારીઓ, તેમજ નોન ગેઝેટેડ ઓફિસર્સની કેટેગરીમાં 163 પુરુષ અને 62 મહિલા ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના પોલીસ કમિશનર, વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના DGP, ADGP, IGP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ટીમ મેનેજર્સ, કોચ, ટેકનિકલ અધિકારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગર મનપાની જનરલ બોર્ડની બેઠક બની ‘મોબાઈલ સભા’:પ્રજાના પ્રશ્નો ભૂલી નગરસેવકો વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામમાં મશગૂલ, કોઈ ચેટિંગમાં તો કોઈ ફોટા જોવામાં વ્યસ્ત
    Next Article
    India A vs Nepal LIVE Score, Asia Cup Rising Stars Updates: Vaibhav Sooryavanshi Castled, Bamboozled By Nepal; 3-Down India In Huge Trouble

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment