Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી દબાણો હટાવવાનું શરૂ:પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રની દબાણ હટાવ ઝુંબેશ; પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા

    2 days ago

    ભરૂચ શહેરમાં જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સવારે પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી અને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારથી જ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી જતાં શહેરના મુખ્ય રસ્તા પરની આ કામગીરીને પગલે સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને દબાણ કરનારાઓમાં ચર્ચા જોવા મળી રહી છે. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે રસ્તા ખુલ્લા કરવાની ઝુંબેશ ભરૂચ શહેરમાં ટ્રાફિક અને જાહેર રસ્તા પરના દબાણોને લઈને વારંવાર રજૂઆતો અને સવાલો ઊઠતા રહ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા જાહેર રસ્તા ખુલ્લા કરવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ઝુંબેશ હજુ કેટલા વિસ્તાર સુધી ચાલશે અને કુલ કેટલાં દબાણો દૂર કરવામાં આવશે, તે અંગે તંત્ર તરફથી કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    વડીલો માટે જીવન જીવવાની કળા પર વાર્તાલાપ યોજાયો:અમદાવાદમાં 95 સિનિયર સિટીઝન હાજર રહ્યા, રાહી ફાઉન્ડેશનના ‘વડીલોનું વૃંદાવન’નો કાર્યક્રમ
    Next Article
    Denmark's Oldest Person Exposed As Nazi Party Leader After Celebrations Last Month

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment