Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ગંદી રમત !:પોલીસ-મનપાનાં ફૂડ વિભાગનો સંયુક્ત દરોડો, ફ્રીજ ખોલતા માખીઓ ઉડતી જોવા મળી, 95 કિલો અખાદ્ય મીઠાઈ-માવાનો નાશ, શંકાસ્પદ ઘીનાં નમુના લેવાયા

    8 hours ago

    રાજકોટ શહેરમાં આગામી પવિત્ર શ્રાવણ માસ તેમજ રક્ષાબંધનના તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ગંદી રમત રમાતી હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે આજીડેમ વિસ્તારમાં આવેલી કનૈયા ડેરીમાં આજીડેમ પોલીસની અને મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ફ્રીજ ખોલતા જ માખીઓ ઉડતી જોવા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તેમજ મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા 95 કિલોનો સ્થળ પર નાશ કરાયો હતો. એટલું જ નહીં ઘીમાં પણ ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા ફૂડ વિભાગ દ્વારા તેના નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ તહેવારોના દિવસોમાં નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી રહે તેમાટે પોલીસ કમિશ્નરનાં આદેશથી આજીડેમ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી નજીક આવેલ દીનદયાળ ઈન્ડસ્ટ્રીઝ એરીયાની શેરી નં.3 માં આવેલી "કનૈયા ડેરી ફાર્મ"માં મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત અખાદ્ય મીઠાઈ અને માવો બનાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતાં જ આજીડેમ પોલીસ ટીમે ત્વરિત RMC ના ફૂડ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. સંયુક્ત ટીમ દ્વારા "કનૈયા ડેરી ફાર્મ" ખાતે અચાનક દરોડો પાડવામાં આવતા જ આ સ્થળ ઉપર અસ્વચ્છ તેમજ બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં જ મીઠાઈ બનાવવાની કામગીરી ચાલતી હોવાનું નજરે પડ્યું હતું. પોલીસ અને ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર સઘન તપાસ હાથ ધરતા અંદાજે રૂ. 35,000 ની કિંમતનો આશરે 95 કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત અખાદ્ય મીઠાઈ, પેડા અને માવાનો જથ્થો મળી આવ્યો હતો. આ તપાસમાં અતિશય ગંદકી જોઈને ફૂડ વિભાગનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેનો ઉપયોગ આ મીઠાઈઓ અને પેડા બનાવવામાં કરવામાં આવતો હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે. ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરતા આ મીઠાઈ માનવ વપરાશ માટે સંપૂર્ણપણે અયોગ્ય અને આરોગ્ય માટે અત્યંત હાનિકારક માલૂમ પડી હતી. જેથી પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષાને સર્વોપરી રાખી ફૂડ વિભાગ દ્વારા આ સમગ્ર 95 કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પેઢીમાં અત્યંત ગંદકી વચ્ચે વાસણો અને ખાદ્યસામગ્રી રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. ફૂડ વિભાગની ટીમે કાયદેસરની પ્રક્રિયા આગળ ધપાવતા શંકાસ્પદ ઘી તથા મીઠાઈના સેમ્પલો એકત્રિત કર્યા હતા. આ તમામ લેવાયેલા સેમ્પલને લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તેમાં ભેળસેળ સાબિત થશે તો સંચાલકની સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ પેઢીમાં જોવા મળેલી ગંભીર બેદરકારી અને ગંદકીને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા કનૈયા ડેરી ફાર્મને સીલ કરવામાં આવી છે. બીજીતરફ આજીડેમ પોલીસ દ્વારા પેઢીના માલિક રામશીભાઈ ગોકળભાઈ ખાંભલાની અટકાયત કરીને તેની સામે જરૂરી કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. તહેવારો પહેલા આજીડેમ પોલીસ અને મનપાનાં ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી શ્રાવણ માસ, સાતમ-આઠમ અને રક્ષાબંધનના તહેવારો દરમિયાન આવી ચકાસણી ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા કોઈપણ વેપારી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લથડિયા ખાતા કાર ચાલકને પોલીસે માંડ બેસાડ્યો:નશામાં ધૂત કાર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો; સનફાર્મા રોડ પર થાંભલા સાથે કાર ટકરાઈ, જાનહાનિ ટળી
    Next Article
    Why the British Empire Collapsed So Fast | Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment