Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લથડિયા ખાતા કાર ચાલકને પોલીસે માંડ બેસાડ્યો:નશામાં ધૂત કાર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો; સનફાર્મા રોડ પર થાંભલા સાથે કાર ટકરાઈ, જાનહાનિ ટળી

    9 hours ago

    વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન, ગુરુવારે શહેરના સનફાર્મા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, જ્યાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર સીધી થાંભલા સાથે અથડાવી હતી.અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે તે ભારે નશાની હાલતમાં જણાયો હતો. નશાની સ્થિતિમાં રહેલ કાર ચાલકને પોલીસ હવાલે કરાયો હતો. નશામાં ધૂત કાર ચાલકને પોલીસ મથકે લઈ જવાયો પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક નશામાં ધૂત કાર ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માતો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરી આવા તત્વોને ઝડપી લે તો ચોક્કસ કોઈ નિર્દોષનો જીવ બચી શકે તેમ છે. ચાલકે ડરાવવાનો પ્રયાસ કર્યો: પ્રત્યક્ષદર્શી આ અકસ્માત જોનાર પ્રત્યક્ષદર્શી આરિફ શેખે જણાવ્યું હતું કે, હું મારા મિત્રની ગાડી પાછળ બેસીને જતો હતો, ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવીને થાંભલા સાથે ટકરાઈ હતી. બાદમાં અમે તેને બહાર કાઢ્યો તો તે લથડિયા ખાતો હતો અને કેટલાક લોકો તેને સપોર્ટ કરતા હતા. તેઓએ પોતાની ઊંચી પહોંચ હોવાનું કહી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોત તો જવાબદારી કોની? આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    2 Killed, 13 Injured In Syria Bus Blast
    Next Article
    તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ગંદી રમત !:પોલીસ-મનપાનાં ફૂડ વિભાગનો સંયુક્ત દરોડો, ફ્રીજ ખોલતા માખીઓ ઉડતી જોવા મળી, 95 કિલો અખાદ્ય મીઠાઈ-માવાનો નાશ, શંકાસ્પદ ઘીનાં નમુના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment