Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી યાયાવર પક્ષીઓ સોમનાથના ત્રિવેણી સંગમ પહોંચ્યા:સાયબેરિયા, યુરોપ સહિતના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને પક્ષીઓ આવ્યા, ફેબ્રુઆરી સુધી રહેશે

    9 hours ago

    શિયાળાની શરૂઆત થતાં જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થયું છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના સંગમથી અરબી સમુદ્ર સુધીના જળવિસ્તારમાં આ વિદેશી પક્ષીઓનો કલરવ પ્રવાસીઓ અને યાત્રિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સાયબેરિયા, યુરોપ સહિતના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને વિવિધ પ્રજાતિનાં યાયાવર પક્ષીઓ સોમનાથની ધરતી પર મહેમાન બનીને આવે છે. પોતાના મૂળ વતનમાં શિયાળા દરમિયાન પડતી કડકડતી ઠંડી, બરફવર્ષા અને ખોરાકની અછતના કારણે આ પક્ષીઓ અનુકૂળ વાતાવરણ અને પૂરતા ખોરાકની શોધમાં ભારતના વિવિધ જળવિસ્તારો તરફ સ્થળાંતર કરે છે. ત્રિવેણી સંગમ ખાતે મુખ્યત્વે સીગલ (ગલ પક્ષી) સહિતનાં સફેદ જળપક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં અન્ય સ્થાનિક અને યાયાવર પક્ષીઓ પણ અહીંના જળવિસ્તારમાં જોવા મળે છે. વિવિધ પક્ષીઓ નદીની જળસપાટી પર તરતાં, આકાશમાં સમૂહમાં ઉડાન ભરતાં તેમજ નદીકાંઠે ખોરાકની શોધ કરતાં નજરે પડે છે. ખાસ કરીને વહેલી સવારના સમયે સૂર્યનાં કિરણો જ્યારે ત્રિવેણી સંગમના પાણી પર પડે છે ત્યારે પાણીની સપાટી પર તરતાં પક્ષીઓ અને આકાશમાં ઉડતાં પક્ષીઓનું દૃશ્ય મનમોહક બની જાય છે. પક્ષીઓના કલરવથી સમગ્ર સંગમ વિસ્તાર ગુંજી ઊઠે છે. પક્ષીપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ સમય વિશેષ આકર્ષણરૂપ બની રહ્યો છે. શિયાળાની ઋતુ દરમિયાન અનુકૂળ વાતાવરણ અને ખોરાક મળતો હોવાથી આ પક્ષીઓ અહીં થોડા મહિના રોકાણ કરે છે અને ત્યારબાદ હવામાનમાં ફેરફાર થતાં પોતાના મૂળ વતન તરફ પરત ફરે છે. આ કુદરતી મહેમાનોનું સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. યાયાવર પક્ષીઓના શિકાર પર પ્રતિબંધ છે. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોએ પક્ષીઓને હેરાન ન કરવા, ખોરાક આપતી વખતે સાવચેતી રાખવા અને તેમના કુદરતી રહેઠાણને નુકસાન ન પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. આમ, ધાર્મિક આસ્થાના કેન્દ્ર સોમનાથનું ત્રિવેણી સંગમ શિયાળાની ઋતુમાં કુદરતી સૌંદર્ય અને વિદેશી પક્ષીઓના આગમનથી પક્ષીપ્રેમીઓ માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના શહેરીજનો માટે ડિજિટલ સુવિધા:હવે મિલકતવેરાનું બિલ 'ડિજીલોકર'માં સુરક્ષિત રાખી શકાશે, સંપૂર્ણપણે માન્ય ગણાશે
    Next Article
    Woman Dies 2 Months After Burn Injuries During Darjeeling Honeymoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment