Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્ટિલિયામાં વહેતી નદી જેવા ટેબલ વચ્ચે જીવંત બગીચો:અમેરિકન ફેશન ડિઝાઈનર માટે ઈશા અંબાણીએ ઘરને સ્વર્ગ જેવું સજાવ્યું, ક્રિસ્ટલ શેન્ડેલિયરે સૌનું ધ્યાન ખેંચ્યું

    एक दिन पहले

    અંબાણી પરિવારના આશિયાના એટલે કે એન્ટિલિયાની દરેક ઝલક એક નવા વિશ્વ તરફ દોરી જાય છે. તાજેતરમાં ઈશા અંબાણીએ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર ટોરી બર્ચ માટે પ્રાઇવેટ ડિનર પાર્ટી યોજી હતી, જેમાં એન્ટિલિયાને બગીચાની થીમથી સજાવવામાં આવ્યું હતું. હૉલમાં વહેતી નદી જેવા ફૂલોથી સજાવેલા વિશાળ ડાયનિંગ ટેબલ અને ક્રિસ્ટલ ઝુમ્મરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટેબલના સેન્ટરમાં જીવંત બગીચો ઊભો કરાયો વાસ્તવમાં અમેરિકન ફેશન ડિઝાઇનર ટોરી બર્ચ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમના ભારત આગમનના સ્વાગત માટે ઈશા અંબાણીએ એક ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું. બુટિક લક્ઝરી ઇવેન્ટ ડિઝાઇન ફર્મ ‘માઈ સ્ટોરીઝ’એ અંબાણી પરિવારના વૈભવી ઘરની અંદરની ઝલક શેર કરી. 'માઈ સ્ટોરીઝ'એ લખ્યું, 'કેવું અદભુત અઠવાડિયું, કેવી યાદગાર રાત અને ટોરી બર્ચ જેને “મેં અત્યાર સુધી જોયેલું સૌથી શાનદાર ટેબલ” કહે છે, તે તૈયાર કરવું ખરેખર એક સ્વપ્ન સમાન રહ્યું છે. ઈશા અંબાણીએ 'એન્ટિલિયા' ખાતે એક ખાનગી ડિનર પાર્ટીમાં ટોરી બર્ચનું સ્વાગત કર્યું હતું, જ્યાં અમે ટેબલના સેન્ટરમાં એક જીવંત બગીચો ઊભો કર્યો હતો.' ક્રિસ્ટલ શેન્ડેલિયરે લાઇમલાઇટ લૂંટી નોંધનીય છે કે, ક્રિસ્ટલ ઝુમ્મરની અદભુત છત નીચે, ગુલાબી અને જાંબલી ફૂલો તથા હરિયાળીથી ભરપૂર બગીચાની આસપાસ સર્પાકાર ટેબલ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવ્યું હતું. કસ્ટમ બોટનિકલ-પ્રિન્ટ લિનન, 'લેસ ઓટોમન' ડિનર પ્લેટ્સ અને પાંદડાની બારીક ભરતકામવાળા નેપકિન્સ દરેક મહેમાનની બેઠક પર બગીચાનો અહેસાસ કરાવતા હતા. ટેબલની મધ્યમાં ફૂલોના ગુચ્છા ગોઠવવામાં આવ્યા હતા, જ્યારે કાચની નાજુક ફૂલદાની અને ઘેરા લીલા રંગની મીણબત્તીઓ દરેક મહેમાનની નજીક બગીચાના રંગો અને સુંદરતા લઈ આવ્યા હતા. ડિનર ટેબલના બેકગ્રાઉન્ડમાં ફ્લોરથી સીલિંગ સુધીની વિશાળ બારીઓ હતી, જેની સાથે વૈભવી માર્બલ ફ્લોરિંગ, આલીશાન પડદા, દીવાલો પર સજાવેલી અમૂલ્ય કલાકૃતિઓ, ક્રિસ્ટલ રેલિંગવાળી સીડીઓ અને મનમોહક લાઇટિંગ સજાવટમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. 'અત્યાર સુધીમાં જોયેલું ઉત્કૃષ્ટ ટેબલ' ટોરી બર્ચે પણ આ ડિનરની ઝલક શેર કરતા લખ્યું હતું કે, 'મુંબઈમાં એક અવિસ્મરણીય સાંજ! ઈશા, મેં અત્યાર સુધી જોયેલા સૌથી ઉત્કૃષ્ટ ટેબલની આસપાસ આટલા બધા અસાધારણ મિત્રોને એકત્ર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.' ઈશા અંબાણીનો વિન્ટેજ લુક લાર્જર ધેન લાઇફ ડિનર પાર્ટી માટે ઈશા અંબાણીએ પણ ખાસ ટોરી બર્ચનો ભવ્ય સ્કર્ટ સેટ પહેર્યો હતો. ઈશાએ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા ન્યૂયોર્ક ફેશન વીકમાં રજૂ થયેલા ટોરી બર્ચના 'સ્પ્રિંગ 2027 રેડી-ટુ-વેર કલેક્શન'માંના એક ડ્રેસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. મિડ-સેન્ચુરી ફેશનથી પ્રેરિત આ આઉટફીટમાં ઈશા સ્ટાઇલિશ લાગી રહી હતી. તેના લીલા રંગના 'ગ્રેની સ્વેટર' પર કોન્ટ્રાસ્ટ રંગથી ઝિણવટભર્યું ભરતકામ કરવામાં આવ્યું હતું, જેના પર મેટાલિક ગોલ્ડ સિક્વન્સની ચમક હતી. ઈશાએ આ ટોપ સાથે તે જ રંગોમાં 3D થ્રેડ વર્ક ધરાવતું વાદળી રંગનું મિડી-લેન્થ સ્કર્ટ પહેર્યું હતું. પન્ના અને ડાયમંડ જ્વેલરી સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ ડેની મિશેલે આ લુકને 'ટોમ ફોર્ડ'ના સ્લિંગબેક સાટિન શૂઝ સાથે એક્સેસરાઇઝ કર્યો હતો. જ્વેલરી માટે તેમણે અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી પન્નાની વીંટી અને ડાયમંડ ઇયરિંગ્સ પસંદ કર્યા હતા. હેર સ્ટાઇલિસ્ટ માઇક ડેઝિરે વાળને સિમ્પલ બ્લો-ડ્રાયથી સ્ટાઇલ કર્યા હતા, જેના કારણે વાળ કુદરતી રીતે બાઉન્સી અને જીવંત દેખાતા હતા. મેકઅપ આર્ટિસ્ટ તન્વી ચેમ્બુરકરે તેમને અત્યારનો ટ્રેન્ડિંગ 'નો-મેકઅપ-મેકઅપ' લુક આપ્યો હતો, જેમાં રંગોને ન્યુટ્રલ રાખવામાં આવ્યા હતા, જેથી તેમની ત્વચા ચમકદાર અને હળવી ગુલાબી દેખાય. દિગ્ગજ ફેશન ડિઝાઇનર્સ અને સેલેબ્સ હાજર રહ્યા આ પ્રાઇવેટ ડિનરમાં ટોરી ઉપરાંત એના વિન્ટૂર, અનાઇતા શ્રોફ અડજાનિયા, મસાબા ગુપ્તા, શનાયા કપૂર, મનીષ મલ્હોત્રા, તૃપ્તિ ડિમરી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    The price of Delhi’s deshbhakti: Giant flags to be replaced every month, a bigger bill with new tender
    Next Article
    ઇન્ડોનેશિયાના ડે-કેર સેન્ટરના પ્રિન્સિપલને 5 વર્ષની જેલ:53 બાળકો સાથે મારપીટ અને ખરાબ વર્તનના દોષી; કપડાથી હાથ-પગ બાંધીને રાખતા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment