Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારની 'લીલી પરિક્રમા' વહેલી શરૂ, બે લાખથી વધુ શ્રદ્ધાળુ રવાના:ભારે ભીડને પગલે મુહૂર્ત પહેલાં જ ઈટવા ગેટ ખોલી દેવાયો, રાતે સાધુ-સંતો વિધિવત પ્રારંભ કરાવશે

    17 घंटे पहले

    જૂનાગઢમાં ગિરનારની ગોદમાં 36 કિલોમીટરના જંગલ વિસ્તારમાં યોજાતી ઐતિહાસિક લીલી પરિક્રમા આજે (20 નવેમ્બર) દેવઉઠી અગિયારસની મોડી રાત્રે વિધિવત રીતે શરૂ થશે. જો કે, પરિક્રમાના પ્રારંભ પૂર્વે જ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. નિર્ધારિત સમય કરતાં વહેલા જ ઇટવા ગેટ નજીક શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકત્રિત થઈ જતાં, વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા તથા સુગમતાને ધ્યાનમાં રાખીને પરિક્રમાનો ગેટ વહેલો ખોલી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ​ગેટ ખુલતાની સાથે જ 'જય ગિરનારી'ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને હજારોની સંખ્યામાં ભાવિકોએ પરિક્રમાના પ્રથમ ચરણ તરફ પ્રયાણ કર્યું. વહીવટી તંત્ર દ્વારા ભીડનું સુચારું સંચાલન થાય તે માટે પોલીસ બંદોબસ્ત, વન કર્મીઓની ટીમ અને મેડિકલ સુવિધા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર સતત ખડેપગે રહીને દેખરેખ રાખી રહ્યું છે. હજુ પણ શ્રદ્ધાળુઓની આવક યથાવત્ઃ મામલતદાર જૂનાગઢના ​મામલતદાર એ. કે. બારૈયાએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની વધતી ભીડ વચ્ચે ટ્રાફિક મેનેજમેન્ટ ન બગડે અને કાયદો-વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારે 6 કલાકે ઈટવા ગેટ ચોકીથી ગેટ ખોલીને પરિક્રમા શરૂ કરાવી છે. અત્યાર સુધીમાં ભાવનાથ પરિસરથી ઈટવા ગેટ સુધીના વિસ્તારમાં અંદાજે બે લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હોવાનો અંદાજ છે. હજુ પણ શ્રદ્ધાળુઓની આવક યથાવત્ રહી છે. વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી ​આજે (20 નવેમ્બર) રાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. જ્યારે બીજી તરફ પરિક્રમા રૂટ પર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પરિક્રમા વહેલી શરૂ થવા છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં પરિક્રમા કાલે રાત્રે શરૂ થવાની હતીઃ મેઘના ​વડોદરાથી ગિરનાર પરિક્રમા કરવા આવેલા મેઘનાએ જણાવ્યું કે, વાસ્તવમાં પરિક્રમા કાલે રાત્રે શરૂ થવાની હતી, પરંતુ ભીડને કારણે વહેલી શરૂ કરી દેવામાં આવી છે. સૌ કોઈમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તથા ભીડને લીધે પરિક્રમા શરૂ થઈ ગઈ હોવા છતાં વાતાવરણ અત્યંત આનંદદાયક છે અને તેઓ "જય ગિરનારી"ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. રહેવા-સૂવાની અગવડતા વચ્ચે યાત્રાળુઓએ વહેલો ગેટ ખોલવા તંત્રને અપીલ કરી હતી વિધિવત પરિક્રમા રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શરૂ થવાની હતી, પરંતુ તે પૂર્વે જ ગુજરાત સહિત દેશ-વિદેશથી લાખો ભક્તો ભવનાથમાં ઉમટી પડ્યા હતા. હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જતાં દેવભૂમિ દ્વારકાના કરશનભાઈ, જામનગરના જયદીપ મકવાણા તેમજ થાનગઢના વસંતબેન અને ગીતાબેન પ્રજાપતિ સહિતના યાત્રાળુઓએ રહેવા-સૂવાની સુવિધાના અભાવે પરેશાની વ્યક્ત કરી હતી. વડીલો સહિત ભક્તો કલાકોથી રાહ જોઈ રહ્યા હોવાથી અને જંગલમાં તબક્કાવાર પ્રવેશ મળે તો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શ્રદ્ધાળુઓએ તંત્રને વહેલો ગેટ ખોલવા નમ્ર અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    યશસ્વી જયસ્વાલ થોડાક માટે સદી ચૂક્યો:89 બોલમાં 85 રનની જબરદસ્ત ઇનિંગ રમી; કેએલ રાહુલ સાથે રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશીપ કરી
    Next Article
    અલ્ટો કાર અને બાઈકની ટક્કરે 6 વર્ષની બાળકીનું મોત:શંખેશ્વર-પાનવા માર્ગ પર અકસ્માત; દંપતી અને 5 વર્ષનો પુત્ર ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment