Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્ટો કાર અને બાઈકની ટક્કરે 6 વર્ષની બાળકીનું મોત:શંખેશ્વર-પાનવા માર્ગ પર અકસ્માત; દંપતી અને 5 વર્ષનો પુત્ર ગંભીર

    8 hours ago

    19 નવેમ્બરના રોજ રાત્રે વઢિયાર પંથકના શંખેશ્વર-પાનવા રોડ પર અલ્ટો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે દંપતી અને તેમનો 5 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બજાણા ગામના રહેવાસી મોસીન મુસ્તાકભાઈ સમા (ઉં.વ. 28) પોતાની પત્ની રૂબીના (ઉં.વ. 26), 6 વર્ષીય પુત્રી આફીયા અને 5 વર્ષીય પુત્ર વાહીદ સાથે બાઈક પર સવાર થઈને પોતાના સાસરે જારૂસા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન શંખેશ્વર-પાનવા માર્ગ પર સામેથી આવતી અલ્ટો કાર અને તેમની બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત સર્જાતા જ બાઈક પર સવાર ચારેય સભ્ય રોડ પર પટકાયા હતા અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ 6 વર્ષીય આફીયા મોસીનભાઈને મૃત જાહેર કરી હતી. બીજી તરફ, મોસીનભાઈ સમા, તેમના પત્ની રૂબીનાબેન અને 5 વર્ષીય પુત્ર વાહીદની હાલત નાજુક જણાતા શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર અર્થે બે અલગ-અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં શંખેશ્વરના સ્થાનિક સેવાભાવી યુવાનો પણ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોના પરિવારજનોનો સંપર્ક કરી દર્દીઓને ધારપુર ખસેડવા સહિતની જરૂરી વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગિરનારની 'લીલી પરિક્રમા' વહેલી શરૂ, બે લાખથી વધુ શ્રદ્ધાળુ રવાના:ભારે ભીડને પગલે મુહૂર્ત પહેલાં જ ઈટવા ગેટ ખોલી દેવાયો, રાતે સાધુ-સંતો વિધિવત પ્રારંભ કરાવશે
    Next Article
    Jewellery Stocks Fall For Third Day In Row: Titan, Kalyan Jewellers, PC Jeweller, TBZ Lead Losses. What's Driving The Selloff?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment