Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વન વિભાગનો ખેલ; આંબાવાડી અને ગાંડા બાવળને સેટેલાઇટમાં ‘જંગલ’ બતાવી દીધા

    6 घंटे पहले

    ગુજરાતમાં વનાવરણ વધ્યું હોવાના સરકારી દાવાઓ પાછળ મોટો આંકડાકીય ખેલ અને વહીવટી ગેરરીતિઓ દિવ્ય ભાસ્કરની ડેટા ટીમની તપાસમાં સામે આવી છે. સત્તાવાર અહેવાલો મુજબ, છેલ્લા ચાર વર્ષમાં રાજ્યના 189.80 ચોરસ કિમી કુદરતી ગીચ જંગલો નાશ પામ્યા છે. અને 21.10% વન બાયોમાસ ગાયબ થયું છે. આ ગંભીર નુકસાન છુપાવવા તંત્રએ સૌરાષ્ટ્રની ખાનગી આંબાવાડીઓ, નીલગિરીના વાવેતરો અને કચ્છના ગાંડા બાવળને સેટેલાઇટ મેપિંગમાં ‘ઓપન ફોરેસ્ટ’ ગણાવી કાગળ પર હરિયાળી બતાવી દીધી છે. વધુમાં, સુરત અને દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ જંગલો ઉદ્યોગો અને એક્સપ્રેસવે માટે કાપીને, તેનું વળતર વનીકરણ (CAMPA) 350 કિમી દૂર પાટણ અને કચ્છના સુકા-ક્ષારવાળા રણ પ્રદેશમાં કાગળ પર દર્શાવી ‘પેપર ફોરેસ્ટ’ ઊભા કરાયા છે. ગુજરાત વન વિભાગના વાર્ષિક આંકડાઓ, ભારતીય વન સર્વેક્ષણ (FSI) ના સત્તાવાર અહેવાલો અને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના ઓડિટ તારણોનું ભાસ્કર ડેટા ટીમે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રાજ્યમાં વનાવરણ વધી રહ્યાના સરકારી દાવાઓ પાછળ મોટા આંકડાકીય ખેલ અને વહીવટી ગેરરીતિઓ છુપાયેલી છે. વન અહેવાલો મુજબ, વર્ષ 2019 માં ગુજરાતમાં અનામત જંગલોની અંદર મધ્યમ ગીચ જંગલો (MDF) 5,092.00 ચોરસ કિલોમીટર હતા, જે 2023 માં ઘટીને 4,902.20 ચોરસ કિલોમીટર થઈ ગયા છે. એટલે કે માત્ર ચાર વર્ષમાં રાજ્યના કુદરતી ગીચ જંગલોમાંથી 189.80 ચોરસ કિલોમીટરનો મોટો વિસ્તાર નાશ પામ્યો છે. આ ભારે નુકસાનને ઢાંકવા માટે જંગલ બહાર ઊગેલા ગાંડા બાવળ અને ખાનગી વૃક્ષ વાવેતરોને સેટેલાઇટ સ્કેનિંગમાં ઓપન ફોરેસ્ટ ગણીને વનાવરણમાં 347.73 ચોરસ કિલોમીટરનો આંકડાકીય વધારો દર્શાવી દેવાયો છે. રાજ્યના 5 ઝોનમાં જંગલોની ગ્રાઉન્ડ રિપોર્ટ દક્ષિણ ગુજરાત : 89.39 ચો.કિમી સઘન વન વિસ્તારનો નાશ ભરૂચ, તાપી, નર્મદા, સુરત અને ડાંગમાં કુલ 89.39 ચો.કિમી સઘન વન વિસ્તાર નાશ પામ્યો. હેક્ટરદીઠ 85.07 ટન કાર્બન શોષતાં કુદરતી જંગલો કપાયાં અને 2,009.30 હેક્ટર વનજમીન ડાયવર્ટ કરાઈ. સામે CAMPA વનીકરણ કચ્છ, પાટણ અને બનાસકાંઠાની ક્ષારવાળી જમીનો પર દર્શાવી નુકસાનની સરભર થયેલી સ્થિતિ રજૂ કરાઈ. મધ્ય ગુજરાત : પંચમહાલ-વડોદરામાં વનાવરણ ઘટ્યું અનામત જંગલોમાં કેનોપી ઘટતાં પંચમહાલમાં 26.94 અને વડોદરામાં 25.79 ચો.કિમીનો ઘટાડો નોંધાયો. સામે ખેતરો અને ખાનગી જમીનો પરનાં નીલગિરી-અરડૂસાનાં વાવેતરોને સેટેલાઇટ મેપિંગમાં ઓપન ફોરેસ્ટ ગણી સરકારી આંકડા જાળવી રખાયા. તંત્રના મોટા કારનામા ખાનગી આંબાવાડીઓ બતાવી જંગલ બચાવવાનો ખેલ વન વિભાગ સૌરાષ્ટ્રની ખાનગી આંબાવાડીઓ, મધ્ય-ઉત્તર ગુજરાતમાં નીલગિરી તથા અરડૂસાના વાવેતરો અને કચ્છમાં ફેલાયેલા ગાંડા બાવળને ‘ઓપન ફોરેસ્ટ’ ગણાવી દે છે. પરિણામે કુદરતી સાગ, સીસમ અને વાંસના જંગલો જમીનદોસ્ત થાય છે. સુરતનું જંગલ કાપ્યું અને વાવેતર 350 કિમી દૂર દર્શાવ્યું! સુરતના હજીરા ખાતે અદાણી પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તાર માટે 188 હેક્ટર ઉચ્ચ વરસાદી ભેજવાળું પ્રાકૃતિક જંગલ કાપવામાં આવ્યું, પણ તેની ક્ષતિપૂર્તિ રૂપે કરાતું CAMPA વનીકરણ 350 કિમી દૂર પાટણ જિલ્લા સુકા પ્રદેશના 35 તૂટક જમીન પર કાગળ પર દર્શાવી દેવાયું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનના નામે હજારો વૃક્ષોનું નિકંદન 274.02 કિમી લાંબા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો 143.5 કિમી પટ્ટો સુરત (57.3 કિમી), નવસારી (37.6 કિમી) અને વલસાડ (48.6 કિમી) ના જંગલોમાં હજારો વૃક્ષો કપાયા છે. વલસાડના 58% દરિયાકાંઠે મેન્ગ્રોવ્સ અને તટીય જંગલો નષ્ટ પામ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લખપતની 1.38 લાખ વીઘા જમીન ભાડા પટ્ટા પર અપાઇ:જમીન ભાડે જોઈએ છે? સરકારનો સંપર્ક કરો!
    Next Article
    पवन सिंह का रोमांटिक भोजपुरी गाना, खुशी कक्कड़ ने की साड़ी की डिमांड, शानदार केमिस्ट्री ने जीता फैंस का दिल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment