Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાધાન બાદ પણ ન સુધર્યો આરોપી:વસ્ત્રાલની સ્કૂલમાં સાથે કામ કરતા શખ્સે પરિણીતાની બહેન, માતા અને ભાઈઓના ફોટા પણ બદનામ કરવા પોસ્ટ કર્યા

    एक दिन पहले

    અમદાવાદના રામોલ વિસ્તારમાં એક પરિણીતા સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી તેના તથા તેના પરિવારના સભ્યોના ફોટા પર બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી સહકર્મીએ અલગ-અલગ ત્રણ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને માત્ર બીભત્સ પોસ્ટ જ નથી મૂકી પરંતુ, પરિણીતાના પતિ અને ભાઈના મોબાઈલ નંબર પણ જાહેર કરી દીધા હતા. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાલની સ્કૂલમાં સફાઈકામ દરમિયાન થઈ હતી ઓળખાણ પોલીસ ફરિયાદની વિગતો અનુસાર રામોલ વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતા પોતાના પરિવાર સાથે રહે છે. 8 મહિના અગાઉ તે વસ્ત્રાલ ખાતે આવેલી એક સ્કૂલમાં સફાઈકામ કરવા જતી હતી, જ્યાં સાથે સફાઈકામ કરવા આવતા ગોવિંદ ઉર્ફે યોગેશ વાઘેલા સાથે તેની ઓળખાણ થઈ હતી. છ મહિના પહેલાં પરિણીતાના ભાઈને તેના મિત્ર મારફતે જાણ થઈ હતી કે ઈન્સ્ટાગ્રામ પર તેની બહેનના ફોટા એક શખસ સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે. તે સમયે પરિણીતાએ પરિવારને વાત કરી ગોવિંદને સંબંધ કે વાતચીત ન રાખવા સમજાવતા અંદરોઅંદર સમાધાન થયું હતું અને ગોવિંદે ફોટા ડિલીટ કરી દીધા હતા. ત્રણ ફેક આઈડી બનાવી માતા-બહેન અને ભાઈઓના ફોટા મૂકી બદનામ કરવાનું શરૂ કર્યું સમાધાનના થોડા સમય બાદ ચાર મહિના પહેલાં આરોપી ગોવિંદે ફરીથી પરિણીતાનો ફોટો પ્રોફાઈલ પર મૂકી એક ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવ્યું હતું. આ આઈડી પર પરિણીતાના ફોટા નીચે બીભત્સ લખાણ લખી તેના પતિ અને ભાઈના મોબાઈલ નંબર જાહેર કરતી પોસ્ટ મૂકી હતી. આટલેથી ન અટકતા આરોપીએ અન્ય ફેક આઈડી બનાવી પરિણીતા, તેની નાની બહેન-માતા અને બંને ભાઈઓના ફોટા મેળવી તેના પર બીભત્સ લખાણ લખી પોસ્ટ અને સ્ટોરી મૂકી સમગ્ર પરિવારને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં આરોપીનો નંબર ખુલ્યો આ હેરાનગતિ અંગે પરિણીતાએ અગાઉ રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું હતું કે જે ફેક આઈડી બનાવવામાં આવ્યા હતા તેમાં એક મોબાઈલ નંબર આરોપી ગોવિંદ ઉર્ફે યોગેશ વાઘેલાનો જ છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પરિણીતાને વાત કરવા અને સંબંધ રાખવા સતત દબાણ કરી રહ્યો હતો તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. હાલ રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે દિઘડીયા ગામે પંચાયતના રેકોર્ડ તપાસ્યા:આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
    Next Article
    Myanmar Guilty Of Genocide Against Rohingya: Top UN Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment