Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીની ચેલેન્જને લઈને કોંગ્રેસે વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી:રોડ મેપ તૈયાર કરવા પૂર્વ-વર્તમાન ધારાસભ્ય અને શહેર-જિલ્લા પ્રમુખો સાથે પ્રભારીની બેઠક, સૂચનો માગવામાં આવ્યા

    1 day ago

    રાહુલ ગાંધીએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ કરી હતી. જેને લઈને ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ બે દિવસીય પ્રવાસ દરમિયાન પોલિટિકલ અફેર્સ કમિટીની સાથે સાથે પૂર્વ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્યો બેઠક કરી હતી. જેમાં આગામી 8 મહિનામાં કેવા પ્રકારના કાર્યક્રમો કરવા તેને લઈને મંથન કરવામાં આવ્યું હતું. તેમજ વોટ ચોરી રોકવા માટે વોટ રક્ષક બનાવવા અને તેમનું સંમેલન યોજી તેમને રાહુલ ગાંધી માર્ગદર્શન આપે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભામાં પાર્ટીની જીત માટે બે દિવસ મંથન કરાયું વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકો કરી હતી. બે દિવસના પ્રવાસ દરમિયાન માત્ર પ્રદેશના નેતાઓ સાથે જ નહીં સિનિયર નેતાઓ સાથે પણ મુલાકાત કરી સંગઠનની સ્થિતિને લઈને તાગ મેળવ્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો, પૂર્વ સાંસદ, વર્તમાન સાંસદ સહિતના નેતાઓ પાસે જમીન સ્તર પર કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અને જનતાના પ્રશ્નોને લઈને કેવા કાર્યક્રમ કરી શકાય તે મુદ્દે બે દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં સિનિયર નેતાઓએ એક એક જિલ્લાની જવાબદારી પણ સોંપાઈ શકે છે. બુથ પર નજર રાખવા બુથ રક્ષક તૈયાર કરાશે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી વોટ ન કપાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદીમાં કોઈ ગેરરીતિ કે વોટ ચોરીની થતી હોય તો તેને અટકાવવા તેમજ મતદારોના વોટનું રક્ષણ કરવા માટે દરેક બુથ પર વોટ રક્ષક રાખવામાં આવશે. વોટ રક્ષક માટે અલગથી સંમેલન યોજવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વોટ ચોરીના મુદ્દે લોકોને વધુ જાગૃત કરવા અને વોટ રક્ષકોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપે તેવી પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર-જિલ્લા પ્રમુખો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે પણ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ બેઠક કરી હતી. જેમાં જિલ્લાઓમાં સંગઠનમાં કેવા પ્રકારના બદલાવની જરૂર છે તેને લઈને સૂચનો માંગવામાં આવ્યા છે. તેમજ જિલ્લાઓમાં લોકોના પ્રશ્નો મુદ્દે પદયાત્રા, રેલી કે વિરોધ પ્રદર્શન કરી ન્યાય અપાવવાની લડત લડવા માટે જિલ્લા અને શહેર પ્રમુખોને સૂચના આપવામાં આવી છે. લોકોના પ્રશ્નોની લડાઈમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા પણ સૂચન કરાયું છે. તેમજ આગામી સંવિધાન દિવસ પર દરેક જિલ્લામાં કાર્યક્રમ કરવા અને શહેરોમાં મોટા કાર્યક્રમ કરવા માટેનું પણ પ્રભારી સાથેની બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સીએમ ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસનો બીજો દિવસ:ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને સાંભળ્યા, આંગણવાડીમાં ભૂલકાઓ સાથે ખડખડાટ હસી પડ્યા
    Next Article
    મોરબી કલેક્ટરે દિઘડીયા ગામે પંચાયતના રેકોર્ડ તપાસ્યા:આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment