Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કૃત યુનિવર્સિટીનું પ્રતિનિધિમંડળ આનંદીબેનને મળ્યું:સોમનાથના સાગર દર્શન ખાતે સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના સંવર્ધન અંગે ચર્ચા; રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું

    6 hours ago

    ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળે સોમનાથ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. સોમનાથ મંદિર પરિસર સ્થિત સાગર દર્શન ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાનપરંપરાના સંવર્ધન સહિત યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા, કુલસચિવ ડૉ. મહેશ મેતરા, હિતેશભાઈ જાની તથા નિકુલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિમંડળે રાજ્યપાલ આનંદીબેન પટેલને યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવતી શૈક્ષણિક, સંશોધનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યના શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ ભારતીય જ્ઞાનપરંપરાના સંરક્ષણ અને સંવર્ધન માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનવારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં સંસ્કૃત ભાષાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું હતું. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ભારતીય જ્ઞાનપરંપરાના ઉત્કર્ષ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે આનંદીબેન પટેલે સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ સાથે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધુ વિસ્તરે, યુવાનોમાં સંસ્કૃત પ્રત્યે રસ જાગે અને ભાષાના શિક્ષણ તથા સંશોધનને નવી દિશા મળે તે માટે તેમણે મૂલ્યવાન માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અને કુલસચિવ ડૉ. મહેશ મેતરા દ્વારા રાજ્યપાલ આનંદીબેન પટેલનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તક પણ તેમને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. સોમનાથની પવિત્ર ભૂમિ પર યોજાયેલી આ શુભેચ્છા મુલાકાત સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ તથા સંવર્ધન માટે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન આપનારી બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:કોલ્ડ સ્ટોરેજમાં ખામીઓનાં કારણે 2 મૃતદેહને નુકસાન થયાનો આરોપ, મૃતદેહો પહેલાથી જ ડિકમ્પોઝ હોવાનો તંત્રનો બચાવ
    Next Article
    ચોટીલામાં સાતમી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાશે:14થી 18 વર્ષના યુવક-યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે;19 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment