Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતસિંહ બાપુના માર્ગદર્શનમાં ગામે લીધો એકતાનો સંકલ્પ:સરપંચની ચૂંટણીને લઇ કદવાલમાં મળેલી સર્વ સમાજની બેઠક સંપન્ન

    10 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના નવીન બનેલા કદવાલ તાલુકામાં આવનારી સરપંચ ચૂંટણીને અનુલક્ષીને કદવાલ સ્ટેટના રાજવી ભરતસિંહ દાદા સાહેબ ની આગેવાનીમાં શેઠ શ્રી એમ. એ. કદવાલવાલા હાઈસ્કૂલ, કદવાલ ખાતે સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કદવાલ જૂથ ગ્રામ પંચાયતના તમામ ભાઈઓ તથા તમામ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માં રાજવી ભરતસિંહ બાપુએ જણાવ્યું હતું કે, "ગામનો સરપંચ એવો હોવો જોઈએ જે ગામને પોતાનો પરિવાર સમજે. અને જે રોડ-રસ્તા, ગટર લાઈન, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની અનેક સુવિધાઓ માટે સતત આગળ રહે. જે દરેક સર્વ સમાજને સાથે અને હળી મળી ને લઈને ચાલે અને કદવાલનું નામ થાય અને ગામનાં નામ ને ઉપર સુધી લઈ જાય."અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "નવા તાલુકા માં કદવાલનું નામ સૌથી આગળ હોવું જોઈએ. બેઠક દરમિયાન ઉપસ્થિત ભાઈઓએ ગામના વિકાસ અંગે પોતાના વિચારો અને સૂચનો અને ફરિયાદ પણ રજૂ કર્યા હતા. સમગ્ર બેઠક શાંતિપૂર્ણ, અને ભાઈચારાભર્યું રહ્યું હતું. અંતે સર્વાનુમતે નક્કી કરાયું હતું કે, ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ સરપંચ અંગેની બીજી બેઠક યોજાશે.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત:સાંતલપુરના બામરોલી પાસે હાઇવે-27 પર ખેતરેથી ઘરે જતી વખતે અકસ્માત; ચાલક ફરાર
    Next Article
    एक तरफ़ हाईराइज, दूसरी तरफ़ अंधेरा... Noida के इस इलाके की कहानी | Ground Report | Khabargaon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment