Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેં પ્રેમલગ્ન કરેલા છે, તેથી દસ્તાવેજમાં તારું નામ ચડાવવાનું નથી:પ્રેમલગ્નની અદાવતમાં મકાનના દસ્તાવેજમાં નામ ચડાવવા બાબતે યુવાન પર સસરા અને સાળાઓનો હુમલો

    2 days ago

    શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં પ્રેમલગ્નની દાજ રાખીને પત્નીને પિતાના મકાનના દસ્તાવેજમાં હિસ્સો ન આપવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવાન પર તેના જ સસરા અને સાળાઓએ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે જીવલેણ કરતા યુવાને ઘોઘા રોડ પોલીસ મથકમાં સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘા જકાતનાકા અમરદીપ સોસાયટી સામે રહેતા અને મજૂરી કામ કરતા વિશાલ બુધાભાઈ ચુડાસમા ઉ.વ.27 એ ગત તા.3/12/23 ના રોજ જાગૃતિબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગત તા.17 નવેમ્બર ના રોજ રાત્રિના આશરે 11:30 વાગ્યે વિશાલના સાળા સંજય મનસુખભાઈ મકવાણા તેમના ઘરે આવ્યા હતા અને જાગૃતિબેનને મકાનના વારસાઈ દસ્તાવેજમાં નામ ચડાવવાનું હોવાનું જણાવી બોલાવ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે વિશાલભાઈ અને તેમના પત્ની તસમીયા બાપાસીતારામ સોસાયટી ખાતે ગયા હતા અને ત્યાંથી દસ્તાવેજના કાગળો લેવા માટે રાત્રિના આશરે 12:30 વાગ્યે પારુલ સોસાયટી ખાતે સંજયભાઈના સસરા ધીરુભાઈના ઘરે પહોંચ્યા હતા., આ ઘરની બાજુમાં જ વિશાલના સસરા ભુપતભાઈનું ઘર આવેલું હોવાથી તેઓ તથા તેમના દીકરાઓ દિપકભાઈ અને કાનજીભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મકાનના દસ્તાવેજમાં નામ ચડાવવાની વાતચીત દરમિયાન સસરા ભુપત તથા સાળા દિપક અને કાનજીભાઈએ ઉશ્કેરાઈ જઈને જાગૃતિબેનને જણાવ્યું હતું કે, "તેં પ્રેમલગ્ન કરેલા છે, તેથી દસ્તાવેજમાં તારું નામ ચડાવવાનું નથી અને તને આ ઘરમાંથી કોઈ પણ જાતનો ભાગ મળશે નહીં." તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન વિશાલ વચ્ચે સમજાવવા પડતા ત્રણેય શખ્સોએ તેમને ગાળો આપી હતી. વિશાલએ ગાળો આપવાની ના પાડતા સાળા દિપકએ લોખંડના પાઈપનો એક ઘા અને કાનજીએ લાકડાના ધોકાનો એક ઘા વિશાલના માથાના ભાગે ફટકારી દીધો હતો, જ્યારે સસરા ભુપતએ ઢીકાપાટુનો માર માર્યો હતો., માથામાં ગંભીર ઈજા થવાથી લોહી નીકળવા લાગતા પત્ની જાગૃતિબેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વિશાલને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વિશાલએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સસરા ભુપત તેમજ સાળા દિપક અને કાનજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1થી 6નો વધારો ઝીંક્યો:આજથી નવો દર લાગુ, ગાયના ₹2 અને ભેંસના દૂધમાં સીધો ₹6નો વધારો
    Next Article
    Fire in Surat's Sachin area brought under control | સુરતના સચીન વિસ્તારમાં લાગેલી 10 કલાકે કાબૂમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment