Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ:કચ્છમાં તહેવારોની સિઝનમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી: ટુ-વ્હીલર અને કારનો દબદબો

    2 दिन पहले

    નવરાત્રી, દશેરા, દિવાળી, ધનતેરસ અને લાભ પાંચમ... આ દોઢ મહિનાના તહેવારોના સમયગાળામાં કચ્છના ઓટોમોબાઇલ સેક્ટરમાં ઘરાકીનો જબરદસ્ત કરંટ જોવા મળ્યો છે. ભુજ અને અંજાર RTOમાં નોંધાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, આ ફેસ્ટિવલ સિઝનમાં કચ્છ જિલ્લામાં તમામ રેકોર્ડ તોડીને કુલ 20,320 નવા વાહનોની નોંધણી થઈ છે. તમામ વાહનોની સરેરાશ બજાર કિંમતની ગણતરી કરીએ તો, માત્ર દોઢ મહિનામાં કચ્છમાં અંદાજે 800 થી 850 કરોડ રૂપિયાનું અધધ ઓટોમોબાઇલ ટર્નઓવર નોંધાયું છે. ભુજ અને અંજાર બંને કચેરીઓના આંકડાઓનું વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે, લોકોએ વ્યક્તિગત ઉપયોગથી લઈને કોમર્શિયલ કામગીરી માટે વાહનોની ધૂમ ખરીદી કરી છે. સૌથી વધુ ડિમાન્ડ ટુ-વ્હીલરની રહી છે. ભુજ અને અંજારમાં મળીને કુલ 14,316 ટુ-વ્હીલર (બાઇક/સ્કૂટર) વેચાયા છે. જ્યારે પ્રાઇવેટ મોટર કારની વાત કરીએ તો 3,237 કાર લોકોના ઘરની શોભા બની છે. વ્યાપારી અને ઔદ્યોગિક હેતુ માટે 1,706 ગુડ્સ કેરિયર (માલવાહક વાહનો) ની નોંધણી થઈ છે. આ ઉપરાંત ખેતી અને કોમર્શિયલ ઉપયોગ માટે 370 ટ્રેક્ટર, મુસાફરોની હેરફેર માટે 367 પેસેન્જર અને મોટર કેબ, તેમજ મોટા પ્રોજેક્ટ્સ માટે ક્રેન અને ડમ્પર સહિતના 202 કન્સ્ટ્રક્શન વાહનોની નોંધણી થઈ છે. બસ અને અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ આંકડો 20,320 પર પહોંચ્યો છે. વેચાણમાં ઉછાળા પાછળના મુખ્ય કારણો : સરળતાથી લોન મળી જાય છે અંજાર અને ભુજ પંથકમાં ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધી રહ્યો છે. 1700 થી વધુ ગુડ્સ કેરિયર અને કન્સ્ટ્રક્શન વાહનોનું વેચાણ દર્શાવે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પૂરઝડપે ચાલી રહ્યું છે. ઉપરાંત તહેવારોમાં બેંકો અને ડીલર્સ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ અને આકર્ષક ઓફર્સ અપાતા મધ્યમ વર્ગ માટે ખરીદી આસાન બની હતી. તેમજ દશેરા કે દિવાળીના શુભ મુહૂર્તે વાહન ખરીદવાની પરંપરાને પગલે લોકોએ અગાઉથી જ બુકિંગ કરાવીને આ દિવસોમાં ડિલિવરી લેવાનું પસંદ કર્યું હતું. 2023ના 11 હજાર વાહનો સામે આ વર્ષે આંકડો 20 હજારને પાર કરી ગયો વર્ષો વર્ષ કચ્છમાં વાહનોનું વેચાણ સતત ઊંચે જઈ રહ્યું છે. નવરાત્રીથી દિવાળી સુધીના પાછલા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2023ની સિઝનમાં અંદાજે 11 હજાર વાહનો ખરીદાયા હતા, જેમાં 8,000 તો માત્ર ટુ-વ્હીલર જ હતા. ત્યારબાદ વર્ષ 2024માં આ આંકડો વધીને 12 હજારને પાર પહોંચી ગયો હતો. દરમિયાન ગત વર્ષે એટલે કે 2025માં કચ્છના માર્ગો પર રેકોર્ડબ્રેક 15 હજાર નવા વાહનો દોડતા થયા હતા, જેમાં ભુજ RTO માં 6,700 અને અંજાર RTO માં 7,000 ની આસપાસ વાહનોની નોંધણી થઈ હતી. જોકે, આ વર્ષે આ તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે અને 20 હજારથી વધુ વાહનોના વેચાણ સાથે ઓટોમોબાઇલ માર્કેટ નવી ટોચે પહોંચી ગયું છે. માર્ગ સલામતીના નિયમોનું પાલન જરૂરી નાગરિકોને માર્ગ સલામતીનો સંદેશ આપતા અંજાર આરટીઓ અધિકારી કે. કે. ઉપાધ્યાયે જણાવ્યું કે, આ વખતે તહેવારોમાં લોકોએ મોટી સંખ્યામાં નવા વાહનો ખરીદ્યા છે, પરંતુ તેની સાથે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને માતા-પિતાને મારી અપીલ છે કે તેઓ પોતાના સગીર વયના બાળકોને વાહન ચલાવવા માટે ક્યારેય ન આપે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ અને તમામ ટ્રાફિક નિયમોના પાલન સાથે જ વાહન હંકારવું જોઈએ. ધસારાને પહોંચી વળવા માટે સ્ટાફે રજાઓમાં પણ કામગીરી કરી હતી આ બાબતે ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી ચિરાગ મહેરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, વાહનોની ડિલિવરીનો આંકડો ખૂબ મોટો હોવાથી ડીલર્સ તરફથી આવતી ફાઈલોનો સત્વરે નિકાલ કરવા વધારે સ્ટાફ ફાળવાયો હતો અને સમયાંતરે રિવ્યુ પણ લેવામાં આવે છે. RTO કચેરીના સ્ટાફે સતત કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દરિયામાં વિકરાળ બન્યું અકવાન વાવાઝોડું, ચાર રાજ્યમાં ચેતવણી, ટ્રમ્પ માટે જિનપિંગે પ્રોટોકોલ તોડ્યો, 10 મહિનામાં 42 હજાર રૂપિયા સસ્તું થયું સોનું
    Next Article
    Musk Felt "Pretty Foolish" Spending Rs 4,700 Crore On US Midterms

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment