Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો:વન વિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી, મોતનું કારણ જાણવા પીએમ કરાશે

    2 days ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફૂલીયા ગામની સીમમાંથી એક અંદાજે 5 વર્ષની વયના સિંહનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. આ ગંભીર બાબતની જાણ થતા જ સ્થાનિક વન વિભાગનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમે સિંહના મૃતદેહનો કબજો મેળવીને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી દીધી છે. સિંહનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે જાણવા માટે પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​ગિરનાર અને તેની આસપાસના જંગલ વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. અગાઉ પણ વિસાવદર પંથક નજીક રેલવે ટ્રેન અડફેટે આવી જવાથી એક સિંહનું કરૂણ મોત નીપજ્યું હતું, જેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સિંહોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા હાલ ધણફૂલીયા ગામની સીમમાં બનેલી આ ઘટનામાં પ્રાકૃતિક મૃત્યુ છે કે અન્ય કોઈ અઘટિત બનાવ, તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના વાસ્તવિક મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શકશે
    Click here to Read More
    Previous Article
    184 ખેલાડીઓ પર ₹1002 કરોડનો વરસાદ!:IPL ઓક્શનમાં હવે 66 સ્લોટ માટે લાગશે બોલી, સૌથી ગરીબ ટીમ 'ગુજરાત'; જુઓ 10 ટીમોનું સરવૈયું
    Next Article
    અમરેલીના નાના ભંડારિયામાં વાડીમાંથી 3 ભેંસ ચોરાઈ:₹2.45 લાખની ભેંસો લઈ અજાણ્યો શખ્સ ફરાર; રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment