Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    184 ખેલાડીઓ પર ₹1002 કરોડનો વરસાદ!:IPL ઓક્શનમાં હવે 66 સ્લોટ માટે લાગશે બોલી, સૌથી ગરીબ ટીમ 'ગુજરાત'; જુઓ 10 ટીમોનું સરવૈયું

    2 days ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન ખેલાડીઓનું લિસ્ટ ફાઈનલ કરી દીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે આની સત્તાવાર જાહેરાત કરી છે. આ વખતે કુલ 184 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, જેમાં 55 વિદેશી ખેલાડીઓ સામેલ છે. હવે આગામી મહિને યોજાનારા ઓક્શનમાં 66 ખાલી જગ્યાઓ માટે બોલી લાગશે. તમામ ફ્રેન્ચાઈઝીએ ખેલાડીઓને રિટેન કરવા પર કુલ 1,002.05 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ઓક્શન માટે તેમની પાસે સંયુક્ત રીતે 297.95 કરોડ રૂપિયાનું પર્સ બચ્યું છે. 10 ટીમોમાં કુલ 66 સ્લોટ ખાલી છે, જેમાં 25 વિદેશી ખેલાડીઓની જગ્યા સામેલ છે. ગુજરાતે સૌથી વધુ ખેલાડી રાખ્યા, RCB પાસે 7 વિદેશી ગુજરાત ટાઈટન્સ (GT) એ સૌથી વધુ 22 ખેલાડીઓને રિટેન કર્યા છે. તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પાસે સૌથી વધુ સાત વિદેશી ખેલાડીઓ છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) એ 19-19 ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. કઈ ટીમ પાસે સૌથી વધુ પૈસા બચ્યા? હરાજી પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા બચ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 41.65 કરોડ રૂપિયા સાથે બીજા અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) 40.15 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ (DC) પાસે 39.50 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ પાસે સૌથી ઓછા 8.75 કરોડ રૂપિયા બચ્યા છે. IPL 2027: તમામ 10 ટીમોનું સંપૂર્ણ લિસ્ટ (રિલીઝ, રિટેન અને પર્સનું સરવૈયું) મિની ઓક્શનમાં શું કરશે કાવ્યા મારનની ટીમ? 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા મિની ઓક્શનમાં હવે કાવ્યા મારન અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) નું મેનેજમેન્ટ નવેસરથી પોતાની રણનીતિ બનાવશે. ટ્રેવિસ હેડના હટવા અને પર્સમાં 14 કરોડ રૂપિયા ઉમેરાયા બાદ ફ્રેન્ચાઈઝીનું મુખ્ય ફોકસ કેટલાક ખાસ ખેલાડીઓને ટાર્ગેટ કરવા પર રહેશે. અભિષેક શર્મા સાથે ઈનિંગ્સની શરૂઆત કરવા માટે એક આક્રમક વિદેશી અથવા ભારતીય ઓપનરની સખત જરૂર રહેશે, જે પાવરપ્લેમાં વિપક્ષી બોલરો પર દબાણ બનાવી શકે. ટીમ પોતાના મિડલ ઓર્ડરને વધુ મજબૂત કરવા માટે કોઈ શ્રેષ્ઠ ફિનિશર અથવા અનુભવી ઓલરાઉન્ડર પર મોટો દાવ રમી શકે છે. એવામાં કાવ્યા મારન ઓક્શન ટેબલ પર શાઈ હોપ જેવા ખેલાડીઓને ટાર્ગેટ કરી શકે છે. હોપ હાલના સમયમાં જબરદસ્ત ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે અને તે હેડની જેમ ટીમને તોફાની શરૂઆત અપાવી શકે છે. આ ઉપરાંત ટીમને કેટલાક વધુ મેચ વિનર ખેલાડીઓની જરૂર રહેશે, જેના માટે રિટેન્શન બાદ ઉપલબ્ધ ખેલાડીઓને જોતા ટીમ રણનીતિ બનાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Indian Football Body's Move Against Palestine Player Over 'Racist Gesture'
    Next Article
    વંથલીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો:વન વિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી, મોતનું કારણ જાણવા પીએમ કરાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment