Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ રોડમેપ તૈયાર કરશે:પ્રભારી સૂરજેવાલાની નેતાઓ સાથે બેઠક, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દે જનઆંદોલન કરવા ચર્ચા;કહ્યું-ખેડૂતો લોહીના આશુ રડે છે

    3 दिन पहले

    આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ આજથી બે દિવસ અમદાવાદ પ્રવાસે આવ્યા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રણદિપસિંહ સૂરજેવાલા રાજીવ ગાંધી ભવન ખાતે અલગ અલગ બેઠક યોજશે. જેમાં પોલિટિકલ અફેર્સ કમિટી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત જિલ્લા, શહેર અને તાલુકા પ્રમુખો સાથે બેઠક કરશે. તેમજ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને અને આગામી કાર્યક્રમને લઈને રોડ પણ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. ખેડૂતોના મુદ્દે જનઆંદોલન કરવા માટે તૈયારીઓ આજે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે પ્રદેશના નેતાઓ સાથે સંગઠનની સ્થિતિ અને જમીન સ્તર પરની વાસ્તવિકતા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થવાની છે. તેમજ મોંઘવારી, ખેડૂતોના મુદ્દે જનઆંદોલન કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેથી બેઠકમાં કેવા પ્રકારે આંદોલનાત્મક કાર્યક્રમ કરવા તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે આવતીકાલે બેઠક જે બાદ આવતીકાલે 19 નવેમ્બરના રોજ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક પણ કરશે. તેમજ તે બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજશે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા થવાની છે. 'ભાજપની નિષ્ફળતાથી મોરબીથી લઇને સુરત અને અમદાવાદ સુધી લોકો પીડિત' ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને પ્રદેશના નેતાઓ સાથે આગામી કાર્યક્રમને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગુજરાત અને જે ગુજરાતના મુદ્દા દેશને પ્રભાવિત કરે છે, તેમજ ભાજપની નિષ્ફળતા જેના કારણે મોરબીથી લઇને સુરત અને અમદાવાદ સુધી લોકો પીડિત છે. ખેડૂતો અને શ્રમિકો પોતાની વ્યથા જણાવ્યા બાદ પણ લોહીની આંસુથી રડી રહ્યા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓનુ અને સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. મોઘવારી અત્યારે ખૂબ જ વધી ગઈ છે. દાળ, ઘી, દૂધ, પનીર અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓમાં 25થી 40 ટકા સુધીનો વધારો થયો છે. રોડમેપના આધારે આગામી સમયમાં કામગીરી કરાશે વધુમાં પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ કંપનીઓ 35,000 કરોડ રૂપિયાનો નફો થયો છે. સામાન્ય નાગરિકોના ખિસ્સા કાપીને આ 35,000 કરોડનો નફો મેળવ્યો છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ ખૂબ જ વધી ગયો છે. જેથી યુવાનો, મહિલાઓ, ગૃહિણીઓ, ખેડૂતોના મુદ્દે વ્યાપક રોડ મેપ તૈયાર કરવા માટે કોંગ્રેસ બે દિવસ બેઠકમાં ચર્ચા વિચારણા કરશે. દરરોજ જે પ્રકારે અર્થ વ્યવસ્થાને અસર થઈ રહી છે, જેથી અમારી જવાબદારી છે કે તેના માટે એક રોડ મેપ તૈયાર કરી કામગીરી કરવામાં આવે. જેથી રોડમેપના આધારે આગામી સમયમાં કોંગ્રેસના દ્વારા કામગીરી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભુજોડીના વણકર અરજણભાઈને 2009માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો:પાંચ દાયકા જૂની પરંપરાગત વણાટ કળાનો વારસો, GI ટેગ અને ODOP પહેલથી વણકરોને નવી તકો મળી
    Next Article
    બાળકોને સ્કૂલમાં સિવિક સેન્સ શીખવાડવામાં આવશે:સોશિયલ મીડિયાના ઉપયોગથી સ્વચ્છતા-ટ્રાફિકના નિયમોના પાલન અંગે તાલીમ અપાશે, સપ્તાહ એક દિવસ તાલીમનું AMCનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment