Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ ઝાપટી ગયા હવે ખબર પડી ખાવાલાયક નથી!:શહેરના ચાર યુનિટમાંથી લેવાયેલા લો ફેટ પનીર, મીઠો માવો, મિક્ષ ચવાણું અને ચાંદીના વરખના નમૂના ફેલ

    6 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ધ્યાન પર આવ્યું કે, કેટલાક વેપારીઓ ઉત્પાદક પાસેથી સસ્તી કે અલગ વસ્તુ ખરીદી ગ્રાહકોને મેનુ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કે બિલમાં અસલી વસ્તુના નામે ગેરમાર્ગે દોરી વેચે છે. જેથી આવા ભ્રામક વેચાણ અંગે ગ્રાહકોને સાવધ કરવામાં આવ્યા છે. AMCના ફૂડ સેફ્ટી વિભાગે તમામ હોટલ, રેસ્ટોરાં, આઈસ્ક્રીમ પાર્લર, બેકરી, મીઠાઈની દુકાનો અને કેટરર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ ગ્રાહકોને ખાવા પીવાની ચીજ વસ્તુઓ ઓરીજનલ હોવા અંગે અને ખરીદીના બિલ તથા મૂળ લેબલ તપાસ માટે રાખવાની રહેશે. ખાદ્યપદાર્થમાં કેટલાક દુકાનદારો ભેળસેળ કરતા હોવાની શક્યતા કેટલાંક દુકાનદારો આઈસ્ક્રીમના નામે વનસ્પતિ ચરબીવાળું 'ફ્રોઝન ડેઝર્ટ' વેચવામાં આવે છે. ચીઝના નામે વનસ્પતિ ચરબી આધારિત ચીઝ વિકલ્પ અને બટરના નામે વનસ્પતિ ચરબી આધારિત સ્પ્રેડ આપવામાં આવે છે. ટામેટો કેચપના બદલે ટામેટો સ્વાદવાળી ચટણી કે 'સ્નેક ટચ-અપ' લેબલવાળું ઉત્પાદન વપરાય છે. અમુક ડેરીઓમાં લુઝ ઘીના નામે વેજીટેબલ ફેટ વેચવામાં આવે છે. આ ઉપરાંત, શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ, મધમાં ખાંડની ચાસણી, કેસર તરીકે રંગેલા વનસ્પતિ રેસા, ચાંદીના વરખ તરીકે એલ્યુમિનિયમની પરત અને કાળા મરીમાં સૂકવેલા પપૈયાના બીજની ભેળસેળ થવાની શક્યતા રહેલી છે. એકમ સીલ કે લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં તપાસ દરમિયાન ઉત્પાદકનું મૂળ લેબલ, ખરીદી બિલ અને વેચાણ નામ સરખાવવામાં આવશે. જો કોઈ ભંગ જણાશે અથવા લાયસન્સ-રજીસ્ટ્રેશન વગર કે બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ધંધો કરતો જણાશે, તો FSSAI અને GPMC એક્ટ હેઠળ એકમને સીલ કરવા તથા ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે. નવેમ્બરમાં 479 એકમની તપાસ બાદ 148ને નોટિસ ફટકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટે નવેમ્બર માસના 16 દિવસમાં સઘન ઝુંબેશ ચલાવી 479 એકમની તપાસ કરી 148 નોટિસો ફટકારી હતી. તપાસ દરમિયાન કુલ 141 નમૂનાઓ લેવાયા હતા, જેમાંથી પનીર, માવો, મિક્ષ ચવાણું અને ચાંદીના વરખ સહિતના 4 નમૂનાઓ અપ્રમાણિત કે અસુરક્ષિત જાહેર થયા હતા. લો ફેટ પનીર, મીઠો માવો, ચાંદીના વરખનો નમૂનો અનસેફ જાહેર આંબાવાડીમાં આવેલી વિવેક ચાઇના ટાઉન-લારીથી લેવાયેલ 'લો ફેટ પનીર'નો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. માણેકચોકમાં પટેલ ચતુરભાઈ શીવરામના ત્યાંથી લેવાયેલો 'મીઠો માવો' સબસ્ટાન્ડર્ડ જણાયો છે. વટવામાં આવેલા શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી લેવાયેલું 'મિક્ષ ચવાણું' સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. જ્યારે કાલુપુરમાં એચ.એમ. વરખવાલા પ્રા.લી.માંથી લેવામાં આવેલો ચાંદીનો વરખનો નમૂનો 'અનસેફ' જાહેર થયો છે. 4.34 લાખનો દંડ વસૂલાયો, 2.82 ટન ખાદ્યપદાર્થનો જથ્થાનો નાશ ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ જાતની મીઠાઈના 65, નમકીનના 21, દૂધ અને દૂધની બનાવટો, મુખવાસ, બેકરી પ્રોડક્ટ્સ તથા અન્ય મળી 141 ખાદ્ય નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા. ₹ 4.34 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, 2832 કિલોગ્રામ તથા 322 લિટર જેટલા અંદાજિત બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ફુડ વિભાગની ટીમ દ્વારા તેલની ગુણવત્તા ચકાસવા 115 TPC ટેસ્ટ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સોનાના ભંડાર પર મુસ્લિમ તાનાશાહ:38 વર્ષના ઇબ્રાહિમે અમેરિકા-ફ્રાન્સની સેનાને ભગાડી, જજ-પત્રકારોને બંદૂકો પકડાવી, સરમુખત્યાર છતાં આફ્રિકામાં હીરો બની ગયો
    Next Article
    બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ મોરવા (હ)માં ગ્રામ્ય રમતોત્સવ યોજાયો:ધારાસભ્ય નિમિષા સુથારની ઉપસ્થિતિમાં રમતો દ્વારા આદિવાસી સમાજની પરંપરા અને લોકસંસ્કૃતિ રજૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment