Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના મુદ્દસર ખાનના કાળા કારોબારની ઇન્સાઇડ સ્ટોરી:છોકરીઓ અને નશાના ચક્કરમાં દેવાદાર થતાં બન્યો ડ્રગ્સ માફિયા, પહેલા નશાનો બંધાણી પછી પેડલર અને અંતે ડ્રગ્સ ફેક્ટરીનો માલિક

    7 hours ago

    15 નવેમ્બરની વહેલી સવાર...અમદાવાદનો સરખેજ-જુહાપુરા વિસ્તાર, લબ્બેક પાર્કની શેરી, મકાન નંબર L-2/13. બહારની તરફ એકદમ સન્નાટો. બંગલાના એન્ટ્રી ગેઈટ પર લાગેલા CCTVની નજર આવતા જતા દરેક વ્યક્તિને જોઈ રહી હતી. બહારથી સામાન્ય પરિવારનું ઘર પણ અંદર હાઈ ક્વોલિટીનું ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરી કે, જેમાં તૈયાર થઈ રહ્યો હતો ગુજરાત અને દેશના યુવાધનને બરબાદ કરવાનો સામાન. એકાએક સન્નાટાને ચીરતો પોલીસનો કાફલો બંગ્લાને દરવાજાને તોડી ડ્રગ બનાવતી ગેંગને પકડવા અંદર ઘૂસ્યો ને જેવો ભોંયરામાં પગ મૂક્યો કે અધિકારી ત્યાં જ અટકી ગયા. આ બંગલાના ભોંયરાની અંદર કોઈ ગેંગ નહી પણ હતો અમદાવાદનો એક કેફે ચલાવતો સામાન્ય યુવક… આ ભોંયરાનો બેતાજ બાદશાહ હતો અમદાવાદનો રતલામ કેફેનો માલિક મુદ્દસર ખાન ઉર્ફે મુદ્દસર પઠાણ, જે છેલ્લા ત્રણ વર્ષથી આ મકાનમાં રહેતો હતો. તેની ગુનાખોરીની શરૂઆત કોઈ અંડરવર્લ્ડ ગેંગથી નહીં પણ પોતાના જ મોજશોખથી થઈ હતી. આની શરૂઆત થઈ મુદ્દસરે શરૂ કરેલા રતલામ કેફેથી. કેફેની નાઈટલાઈફ અને હાઈપ્રોફાઈલ કસ્ટમર્સની ચકાચૌંધમાં તો તે એવો ડૂબ્યો કે ક્યારે તે નશાના રવાડે ચડી ગયો તેની ભાન તેને પોતાને જ ના રહી. એક તરફ MD ડ્રગ્સનો નશો અને બીજી તરફ યુવતીઓ ફેરવવાના મોંઘાદાટ શોખ. આ બંને ચક્કરમાં મુદ્દસરને પોતાની ઉપર ચડતાં દેવાના બોજનો તો ખ્યાલ જ ન રહ્યો. એક વિચારે તેને 2024માં પેડલરમાંથી બનાવ્યો ડ્રગ્સ માફિયા જ્યારે આંખ પરથી મોજશોખની પટ્ટી ખુલીને દેવાનું ભાન થયું ત્યારે તેની ચૂકવણી માટેનો તત્કાલ કોઈ રસ્તો જ ન સૂઝ્યો. પરિણામે જે નશાએ તેને દેવાદાર બનાવ્યો તે જ નશાને કમાણીનું સાધન બનાવી પોતાનું દેવુ ચૂકવવાનો અને પૈસાદાર બનવાનો રસ્તો પકડ્યો. અહિંથી તેનું નશેડીમાંથી ડ્ગ્સ પેડલર તરીકેનું જીવન શરૂ થયું. શરૂઆતમાં તો તેને બધુ જ બરાબર લાગ્યું અને તેમાં મજા પણ આવવા લાગી. જોકે, થોડો સમય જતા તેને ડ્રગ્સના વેચાણમાંથી થતી કમાણી ઓછી લાગવા લાગી અને તેનું મન અનેક પ્રકારે વિચારોમાં ઘેરાયું ને અંતે અંદરથી એવો અવાજ આવ્યો કે, આ ડ્રગ્સ બીજા પાસેથી લઈને કમિશન લેવા કરતા પોતે જાતે જ ડ્રગ્સનું ઉત્પાદન કરે તો તે કેટલા બધા પૈસા કમાઈ શકશે? બસ, આ જ વિચારે તેને 2024થી એટલે કે છેલ્લા અઢી વર્ષથી તેને ડ્રગ્સ ફેક્ટરીનો સંચાલક બનાવી દીધો. આ ડ્રગ્સ વેચીને તેણે પોતાનું બધુ જ જૂનુ દેવુ તો ક્લિયર કરી લીધુ પણ લાલચ તેને વધુ ને વધુ ઊંડા ખાડામાં ખેંચતી ગઈ. રાજસ્થાનના પ્રતાપગઢમાં લીધી 'લાઈવ ટ્રેનિંગ' અને ગૂગલ બન્યું ગુરુ મુદ્દસર કોઈ કેમિસ્ટ નહોતો છતાં પણ તેણે ઘરના ભોંયરામાં જ ડ્રગ્સ તૈયાર કરવાની આખી હાઈટેક લેબ ઊભી કરી દીધી. આના માટે તે રાજસ્થાનના પ્રતાપગઢ ગયો હતો, જ્યાં તેણે કોઈ ગુપ્ત ફેક્ટરીમાં ડ્રગ્સ બનવાની આખી પ્રક્રિયા નજરોનજર જોઈને ટ્રેનિંગ લીધી હતી. અમદાવાદ પરત ફરીને તેણે લેપટોપ અને મોબાઈલ પર ગૂગલ ખોલી કેમિકલ રિએક્શન, તાપમાન અને પ્રોસિઝર વિશે ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું છેલ્લા એક વર્ષથી વધુ સમયથી તે ભોંયરામાં એકલો જ પ્રયોગો કરી રહ્યો હતો. ક્યારેક ફોર્મ્યુલા બગડતી તો ક્યારેક ધુમાડો નીકળતો પણ તેણે હાર ન માની અને છેલ્લા એક મહિનાથી ભોંયરામાં MD ડ્રગ્સ તૈયાર કરવા લાગ્યો. નવાઈની વાત એ છે કે, બંગલામાં તેની પત્ની પણ હાજર રહેતી હતી જોકે, ભોંયરાના આ રહસ્ય અને કાળા કારોબારમાં તેની કોઈ સંડોવણી પ્રાથમિક તપાસમાં સામે આવી નથી. મુદ્દસર એકલો જ આખી લેબ ઓપરેટ કરતો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા એવું રટણ કરતો હતો કે, તે પોતાના અંગત વપરાશ માટે સારી ક્વોલિટીનું MD બનાવી રહ્યો હતો. ઘરના ભોંયરાની આ લેબમાં શું-શું હતું? ભોંયરાની તપાસમાં પોલીસને ડ્રોઅરમાંથી 26.85 ગ્રામ પ્રવાહી MD ડ્રગ્સ અને 0.70 ગ્રામ પાવડર સ્વરૂપનું MD ડ્રગ્સ મળી આવ્યું. આ ઉપરાંત ખૂણેખૂણેથી એસીટોન, ટુ-બ્રોમો, ફોર-બાયો બ્રોમોમીન અને હાઈડ્રોક્લોરિક એસિડ સહિત કુલ 130.613 કિલોગ્રામ કેમિકલના કેરબા અને ડબ્બા મળી આવ્યા જેમાંથી હજારો યુવાનોને બરબાદ કરી શકે તેટલું ડ્રગ્સ બની શકે તેમ હતું. લેબોરેટરીમાં હીટિંગ મેન્ટલ્સ, ડિજિટલ મેગ્નેટિક સ્ટિરર્સ, પિપેટ્સ, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, ડ્રોપિંગ અને સેપરેટિંગ ફનલ, બીકર્સ, સ્પીડ રેગ્યુલેટર્સ અને તાપમાન માપવાનાં સાધનો ગોઠવાયેલા હતા, જે જોઈને લાગતું હતું કે જાણે કોઈ પ્રોફેશનલ કેમિકલ ફેક્ટરી ચાલી રહી છે. સરખેજ પોલીસ સ્ટેશનથી માત્ર 3 કિ.મી.જ દૂર હતી આ લેબ સૌથી ચોંકાવનારી બાબત આખા ઘટનાક્રમમાં એ રહી કે, આ આખો ગોરખધંધો સરખેજ પોલીસ સ્ટેશન અને અમદાવાદ SOG ક્રાઈમની ઓફિસથી માત્ર 3થી 3.5 કિલોમીટરના અંતરે જ ચાલતો હતો. બંગલા પર દરોડા બાદ સવારે 11 વાગ્યે NCBની ટીમ YMCA ક્લબથી SP રિંગ રોડ તરફ જતા મુમતપુરા રોડ પર આવેલા મુદ્દસરના ‘રતલામ કેફે’ પર ત્રાટકી હતી. સાક્ષીઓની હાજરીમાં ત્રણ કલાક સુધી કેફેનો ખૂણેખૂણો તપાસાયો અને કર્મચારી દેવરામની પૂછપરછ કરાઈ, જેમાં ખુલ્યું કે બે વર્ષથી અહીં કેફે ચાલતું હતું અને તે પહેલા મકરબામાં હતું. રેવ પાર્ટીઓમાં સપ્લાયની આશંકા અમદાવાદના આ ભોંયરામાં દરોડો પડતાની સાથે જ મધ્યપ્રદેશના મંદસોર, નીમચ, રતલામ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બારાબંકીમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો અને ઘણા માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. કેમિકલ સપ્લાયથી લઈને તૈયાર થયેલા MD ડ્રગ્સને ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુની હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં પહોંચાડવાનું આખું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સમાચાર પણ વાંચો - અમદાવાદમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હવે ખુલશે પેડલર્સ અને બેંક એકાઉન્ટ્સના રહસ્યો સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ NCBએ મુદ્દસર ખાનને 3 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 17 નવેમ્બર સાંજે 4 વાગ્યા (એક દિવસ) સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ એ જાણવા મથી રહી છે કે, 2024થી અત્યાર સુધી મુદ્દસરે કેટલું ઝેર બજારમાં ઠાલવ્યું? તેના સ્થાનિક પેડલર્સ કોણ છે અને હવાલા કે બેંક દ્વારા થયેલા કરોડોના આર્થિક વ્યવહારો પાછળ કયા મોટા માથા છુપાયેલા છે? આ સમાચાર પણ વાંચો - અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવતો મુદ્દસર એક દિવસના રિમાન્ડ પર
    Click here to Read More
    Previous Article
    "રિક્ષા બંધની જાહેરાત આપો, બાલ-બચ્ચા લઈને તમારા ઘરે બેસી જઈએ":સરકાર નિયમો ન બદલે તો સરકાર જ બદલી નાખો, જાણો CNG ભાવવધારાને લઈને અમદાવાદી રિક્ષાચાલકોએ શું-શું કહ્યું?
    Next Article
    Srikkanth Delivers Brutal Verdict On Veteran India Pacer: "Fake Bowling"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment