Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કચરાના નિકાલ માટે મોટું આયોજન:ક્ષમતા વધારવા અને પ્રોસેસિંગનું વિશેષ આયોજન, નોટિસ સામે કોન્ટ્રાક્ટરે બાકી પેમેન્ટ માંગતા તંત્રની કડક સ્પષ્ટતા

    6 hours ago

    આગામી સમયમાં કચરાના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વ્યુહરચના તૈયાર કરવામાં આવી છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના સુધીમાં શહેરના મોટાભાગના કચરા અને આરડીએફના નિકાલ માટે પ્રોસેસિંગ ક્ષમતા વધારવાનું આયોજન છે. દૈનિક ધોરણે હજારો ટન કચરો પ્રોસેસિંગ માટે મોકલી શકાય રોજબરોજના નીકળતા તાજા કચરાના યોગ્ય નિકાલ માટે જુદી જુદી એજન્સીઓ સાથે ટાઇ-અપ કરવામાં આવી રહ્યા છે, જેથી દૈનિક ધોરણે હજારો ટન કચરો પ્રોસેસિંગ માટે મોકલી શકાય. આ ઉપરાંત, કચરાના નિકાલની પ્રક્રિયા ઝડપી બને અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે તે માટે સાઇટ પર શ્રેટર મશીન લગાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પાછળ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે ત્યારે જમીન ખાલી કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવાનો મુખ્ય ધ્યેય છે. કોન્ટ્રાક્ટર સી.ડી ટ્રાન્સપોર્ટને નોટિસ ફટકારવામાં આવી હતી અગાઉ કામગીરીમાં નિષ્કાળજી કે નિયમોનું પાલન ન કરવા બદલ જે તે પહેલાના કોન્ટ્રાક્ટર સી.ડી ટ્રાન્સપોર્ટને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં કોન્ટ્રાક્ટરે પોતાની તરફેણમાં દલીલ કરતા જણાવ્યું છે કે. SVNIT ના અહેવાલ મુજબ તેમનું ઘણું મોટું પેમેન્ટ બાકી નીકળે છે અને તેમણે પ્રોસેસિંગ સંબંધિત રકમની માંગણી કરી છે. કચરાની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા તંત્ર સક્રિય કોન્ટ્રાક્ટરના આ જવાબ સામે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર કચરો સૂકવી દેવાથી કે કુદરતી રીતે તેનું વજન કે કદ ઘટવાથી તેને વાસ્તવિક 'પ્રોસેસિંગ' ગણી શકાય નહીં. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટના નિયમો તેમજ પેનીલ્ટીની ક્લોઝ મુજબ ગણતરી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે કડક પગલાં લઈને શહેરી વિસ્તારમાં કચરાની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે તંત્ર સંપૂર્ણપણે સક્રિય છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના સ્નેહમિલનમાં મોટા નેતાઓની ગેરહાજરી ચર્ચામાં:રોહન ગુપ્તાને સ્ટેજ પર સ્થાન મળ્યું, PMને મળેલા નેતાઓમાંથી માત્ર બે જ હાજર; CMનું સૂચક નિવેદન
    Next Article
    સુરતમાં બેફામ કારે અઢી વર્ષના માસૂમનો ભોગ લીધો:બામણીયાભૂત મંદિરના પાર્કિંગમાં માતા-પિતાની નજર સામે કારચાલકે ભવ્યને અડફેટે લીધો, પરિવારમાં શોકનું મોજું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment