Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના સ્નેહમિલનમાં મોટા નેતાઓની ગેરહાજરી ચર્ચામાં:રોહન ગુપ્તાને સ્ટેજ પર સ્થાન મળ્યું, PMને મળેલા નેતાઓમાંથી માત્ર બે જ હાજર; CMનું સૂચક નિવેદન

    9 hours ago

    દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ સહિત કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી હોવાને લઈને મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓને કાર્યકર્તાઓને આડકતરો સંકેત આપતા કહ્યું હતું કે, નવા વર્ષમાં લોકોનો પ્રેમ અને સ્નેહ જીતવાનો છે. કાર્યક્રમમાં અનેક રાજકીય મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તાને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ, કેન્દ્રીય મંત્રીઓ સહિત કેટલાક મોટા નેતાઓની ગેરહાજરી પણ નોંધાઈ હતી. વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા CMનું સૂચક નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન કોઈનામાં વધઘટ કે મનદુઃખ થયાં હોય તો ફરી એકસાથે મળીને સ્નેહ જાળવવાનો આ અવસર છે. ભાજપ પર પ્રજાએ જે વિશ્વાસ અને સ્નેહ મૂક્યો છે તેને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ આ સ્નેહમિલનમાં લેવાનો છે. જ્યાં હજુ અંધારું હોય ત્યાં આપણા વિકાસનો દીપક પ્રગટાવીએ અને વધુમાં વધુ લોકોનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તે દિશામાં કામ કરીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ અસંતુષ્ટ હોય તેને સંતુષ્ટ કેવી રીતે કરી શકાય તેવો સંકલ્પ પણ લેવો જોઈએ. સરકારની તમામ યોજનાઓ કાર્યકરોએ ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ અને દરેક વ્યક્તિનો પ્રેમ જીતવા માટે પ્રયત્ન કરીએ. રોહન ગુપ્તાને સ્ટેજ પર સ્થાન મળ્યું સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તાને સ્ટેજ પર મુખ્યમંત્રીની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ રોહન ગુપ્તાને તેઓ ઓળખતા નથી તેવું નિવેદન આપ્યું હતું જે ટિપ્પણી બાદ હવે ભાજપના કાર્યક્રમમાં તેમને સ્ટેજ પર સ્થાન મળવું રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. રાષ્ટ્રીય મંત્રી તરીકેની તેમની જવાબદારીને ધ્યાનમાં રાખીને તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. કાર્યક્રમમાં હાજરી કરતાં ફોટા અને લાઇવમાં દેખાવા પર ભાર? સ્નેહમિલન કાર્યક્રમમાં અપેક્ષા પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી જોવા મળી ન હોવાની ચર્ચા રહી હતી. કેટલાક કાર્યકરો બે વખત ફોટા પડાવવા તેમજ લાઇવમાં હાજરી નોંધાવવા માટે પહોંચ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. 22 નવેમ્બરના સ્નેહમિલન પહેલાં ધારાસભ્યોની હાજરી ચર્ચામાં આગામી 22 નવેમ્બરે તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સ્નેહમિલન કાર્યક્રમો યોજવાની તૈયારી વચ્ચે આજના કાર્યક્રમમાં ધારાસભ્યોની હાજરી પણ ધ્યાન ખેંચનારી રહી હતી. આમંત્રણ હોવા છતાં મોટાભાગના ધારાસભ્યો અને અમુક મંત્રીઓ હાજર રહ્યા નહોતા. ગણતરીના ધારાસભ્યો અને તેમના જૂથના કાર્યકરો જ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. સી.આર. પાટીલ, નિમુબેન સહિતના નેતાઓ ગેરહાજર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને મનસુખ માંડવીયા સહિતના કેટલાક મોટા નેતાઓ હાજર રહ્યા નહોતા. ગઈ વખતના સ્નેહમિલનમાં આ નેતાઓની હાજરી હતી આ વખતે મોટા નેતાઓ જોવા ના મળતાં તેમની ગેરહાજરી નોંધાઈ હતી. PM મોદીને મળેલા નેતાઓમાંથી ભૂષણ ભટ્ટ અને પ્રદીપ પરમાર જ હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન એરપોર્ટ પર તેમની મુલાકાત કરનારા નેતાઓમાંથી સ્નેહમિલન કાર્યક્રમમાં માત્ર ભૂષણ ભટ્ટ અને પ્રદીપ પરમાર જ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનને મળેલા અન્ય નેતાઓ કાર્યક્રમમાં જોવા મળ્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    ભિલોડામાં બિરસા મુંડાની જન્મજયંતીએ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું:પ્રેરણા વિદ્યાલયના કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી સરદારજી ઠાકોરે અધ્યક્ષતા કરી
    Next Article
    સુરતમાં કચરાના નિકાલ માટે મોટું આયોજન:ક્ષમતા વધારવા અને પ્રોસેસિંગનું વિશેષ આયોજન, નોટિસ સામે કોન્ટ્રાક્ટરે બાકી પેમેન્ટ માંગતા તંત્રની કડક સ્પષ્ટતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment