Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં જ રહેતા પ્રેમીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા:ડિંડોલીમાં સાથે પ્રેમસંબંધમાં થયેલી બોલાચાલી બાદ યુવકની હત્યા, મધ્ય પ્રદેશનું દંપતી ઝડપાયું

    6 घंटे पहले

    શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રેમસંબંધનો કરુણ અને લોહિયાળ અંજામ સામે આવ્યો છે. મૂળ મધ્ય પ્રદેશના સતના જિલ્લાના વતની અને હાલ સુરતના ડિંડોલી ખાતે રહેતા 50 વર્ષીય રામપ્રસાદ ભૈયાલાલ મવાસી અને તેની 46 વર્ષીય પત્ની રાજાબાઈ ઉર્ફે રાણીએ સાથે મળીને ઘરમાં જ રહેતા પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતા આ શાતિર દંપતીને અંતે ડિંડોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરમાં જ રહેતા પ્રેમીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, ડિંડોલીના સાંઈ પોઈન્ટ પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ-2ના પ્લોટ નંબર બી/4માં ભાડાના મકાનમાં રાજેશ રામસ્વરૂપ મિશ્રા રહેતા હતા. તેમની સાથે જ આરોપી દંપતી રામપ્રસાદ મવાસી અને રાજાબાઈ ઉર્ફે રાણી પણ રહેતા હતા. ગત તારીખ 23 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં મકાનમાલિકને જાણ થઈ હતી કે રાજેશ મિશ્રાની કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે મોઢાના ભાગે જીવલેણ અને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓ હત્યા કર્યા બાદ મકાનને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સથી પોલીસને મળી મોટી સફળતા ઘટનાની જાણ થતા જ મકાનમાલિકે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડિંડોલી પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપી દંપતી પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના લોકેશન અને ઠેકાણા બદલી રહ્યું હતું. જોકે, પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપી રામપ્રસાદ ભૈયાલાલ મવાસી અને તેની પત્ની રાજાબાઈ ઉર્ફે રાણીને રાઉન્ડઅપ કરી લીધા હતા. પ્રેમસંબંધમાં થયેલી બોલાચાલી બની હત્યાનું કારણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દંપતી ભાંગી પડ્યું હતું અને હત્યાની કબૂલાત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક રાજેશ રામસ્વરૂપ મિશ્રાને આરોપી રામપ્રસાદની પત્ની રાજાબાઈ ઉર્ફે રાણી સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો અને ત્રણેય એક જ ઘરમાં સાથે રહેતા હતા. ગત તારીખ 21 ઓક્ટોબર, 2026ની રાત્રે કોઈ અગમ્ય કારણોસર તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિ-પત્નીએ એકબીજાની મદદગારીથી રાજેશના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. BNSની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાની મજગાંવ તહસીલના ગહેરા અને તુર્રા ગામના વતની આ દંપતી વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-103(1) (હત્યા), 54 તેમજ જી.પી. એક્ટ કલમ-135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    યુક્રેને રશિયા પર કર્યો સૌથી મોટો ડ્રોન હુમલો:ઓઇલ રિફાઇનરીઓ અને મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર 1300થી વધુ ડ્રોન છોડ્યા; રશિયાએ કહ્યું- બધાને તોડી પાડ્યા
    Next Article
    વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા CMનું સૂચક નિવેદન:પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા-કાર્યકર્તાઓને કહ્યું-‘અસંતુષ્ટોને સંતુષ્ટ કરી સૌનો પ્રેમ જીતવાનો સંકલ્પ લઈએ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment