Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયા કપ ફાઈનલના બેસ્ટ બોલર કાવ્ય પટેલ સાથે ભાસ્કરની વાતચીત:ચાર વિકેટ લઈ પાકિસ્તાનની કમર ભાંગી નાખી, બાળપણમાં જ પિતાનું મોત; માતાએ દીકરાનું સપનું પૂર્ણ કર્યું

    8 hours ago

    અંડર-19 ઇન્ડિયન ક્રિકેટ ટીમે એશિયા કપ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મહેસાણાના પાંચોટમાં જન્મેલા અને અમદાવાદમાં રહેતા યુવા ક્રિકેટર કાવ્ય પટેલે આ ફાઇનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ લઈ પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. કાવ્ય પટેલને નાનપણથી જ ક્રિકેટર બનવાનો શોખ હતો અને તે સાત વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમી રહ્યો છે. તેને અનેક મેડલ્સ અને એવોર્ડ જીત્યા છે. કાવ્ય 3.5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું કેન્સરની બીમારીથી મોત થયું હતું. માતા દીપિકા પટેલે એકલા હાથે દીકરાના ઉછેર અને તેના ક્રિકેટના સપનાની જવાબદારી સંભાળી હતી. દીપિકાબેન હાઉસવાઇફ હોવા છતાં ઘરની જવાબદારીઓ સાથે કાવ્યના અભ્યાસ અને ક્રિકેટની પ્રેક્ટિસ વચ્ચે સંતુલન જાળવતા હતા. ટીમ ઇન્ડિયાની આ જીતથી કાવ્ય પટેલના પરિવાર અને ગુજરાત ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે. કાવ્ય પટેલે ભાસ્કરને કહ્યું કે, ભારતીય ટીમ એશિયા કપ જીતી ત્યારે ટીમનો ભાગ હોવું અને તેમાં યોગદાન આપવું મારા માટે ગર્વની ક્ષણ છે. હું છેલ્લા 11થી 12 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું અને મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ આપી રહ્યો છું. હાલમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ પણ ચાલે છે. મારું શરૂઆતથી જ ભારતીય ટીમમાં રમવાનું સપનું હતું. 'દીકરાના સપનાને પૂરું કરવા માટે સતત મહેનત કરતી રહી' કાવ્યના માતા દીપિકા પટેલે કહ્યું હતું કે, શરૂઆતના વર્ષોમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી અને ક્યારેક એકલા હાથે બધું સંભાળવાનું ભારે લાગતું હતું, પરંતુ દીકરાના સપનાને પૂરું કરવા માટે સતત મહેનત કરતી રહી. આજે કાવ્યની સફળતા જોઈને મને પોતાની મહેનતનું પરિણામ મળ્યું હોવાનો આનંદ છે. 'પ્રેક્ટિસ માટે 20 કિલોમીટર દૂર હું દીકરાને મૂકવા-લેવા જતી' દીપિકા પટેલ જણાવે છે કે, કાવ્ય સાત વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કરાવ્યું હતું. તેનું ધ્યાન બદલવા માટે શરૂઆતમાં ક્રિકેટ મેદાનમાં મોકલ્યો હતો, પરંતુ ધીમે ધીમે ક્રિકેટમાં કાવ્યનો રસ વધતો ગયો અને તેણે આ ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ પરિવારને પણ લાગ્યું કે કાવ્યને ક્રિકેટમાં આગળ વધારવો જોઈએ અને તેને પૂરો સાથ આપવો જોઈએ. કાવ્યને ટ્યુશન, સ્કૂલ અને ક્રિકેટ પ્રેક્ટિસ માટે દિવસમાં ચારથી પાંચ વખત લેવા-મૂકવા જવું પડતું હતું. ક્રિકેટની પ્રેક્ટિસ માટે 20 કિલોમીટર દૂર જવાનું હોય તો પણ હું દીકરાને મૂકવા અને લેવા જતી હતી. કાવ્યની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું. છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કાવ્યના મામા પણ આ જવાબદારીમાં મદદ કરી રહ્યા છે. ઘરમાં કોહલી, હાર્દિક અને બુમરાહ સહિતના અનેક ખેલાડીઓના ફોટા ફ્રેમ કાવ્યના ક્રિકેટ પ્રત્યેના લગાવની વાત કરીએ તો તેને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સૌથી વધુ પસંદ છે. કોહલી વિશે કોઈ વાત કરે તો પણ તેને ખૂબ ગમે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ તેનો પસંદગીનો ખેલાડી છે. કાવ્યના ઘરમાં પણ વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ સહિતના અનેક ખેલાડીઓના ફોટા ફ્રેમ સાથે લગાવવામાં આવ્યા છે. સિનિયર ટીમમાં સ્થાન મેળવવાનું કાવ્યનું સ્વપ્ન તેના ઘરમાં તેને નાનપણથી અત્યાર સુધી તેને જેટલા પણ એવોર્ડ અને મેડલ્સ મળ્યા છે તે વગેરે સાચવીને રાખવામાં આવ્યા છે. ભારતીય અંડર-19 ટીમની એશિયા કપ જીત સાથે કાવ્ય પટેલે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં મોટું સ્થાન મેળવ્યું છે. જોકે, હવે તેનું આગામી ગોલ ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવીને દેશ માટે રમવાનું છે. આ પણ વાંચો અંડર-19 એશિયા કપનો હીરો મોહિત ઉલવા દરરોજ 500 બોલની પ્રેક્ટિસ કરતો અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ઓલરાઉન્ડર મોહિત ઉલવાની સફળતાથી તેના વતન લખતર અને કર્મભૂમિ જામનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ઓમાનના મેદાનમાં મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ફટકારેલા અણનમ 49 રને પાકિસ્તાનના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: રબારી સમાજના કોન્સ્ટેબલના દીકરાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી અંડર-19 એશિયા કપની આ ફાઈનલ રોમાંચના તમામ રેકોર્ડ તોડી નાખવાવાળી રહી! એક સમયે જ્યારે પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી રહી હતી અને ભારતની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ હતી, ત્યારે લોઅર ઓર્ડરમાં 10મા નંબરે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ મેચનું ચિત્ર જ બદલી નાખ્યું. (ફાઈનલ મેચની પળેપળની અપડેટ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Indian Man Wants To Be Full-Time Homemaker, Seeks Wife Earning At Least Rs 12 Lakh
    Next Article
    બંગાળના સમુદ્રમાં સર્જાઈ રહ્યું છે વાવાઝોડું:ભારે પવન સાથે આંધ્ર, તમિલનાડુ, ઓડિશામાં વરસાદનું એલર્ટ; યુપીના 21 જિલ્લાઓમાં ધુમ્મસ, રાજસ્થાનમાં ઠંડી વધી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment