Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન:દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા

    7 hours ago

    પાલનપુરના ચડોતર ખાતે અખિલ ભારતીય આંજણા ચૌધરી પટેલ સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન યોજાયું. તેમાં ગુજરાત સહિત દેશભરમાંથી સમાજના હજારો લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ સાથે હાજર રહ્યા હતા. રાજસ્થાનના પૂર્વ સાંસદ દેવજી પટેલ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સમાજની એકતા, સંગઠન અને સામાજિક વિકાસના હેતુથી યોજાયેલા સ્નેહમિલનમાં જિલ્લાના પૂર્વ ધારાસભ્યો સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સ્નેહમિલન બાદ ચાર દિવસીય રાષ્ટ્રીય ખેલ મહાકુંભ શરૂ થયો. તેમાં ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ચેસ અને રસ્સા ખેંચ સહિત પાંચ રમતો શરૂ થઈ. દેશના 18 રાજ્યોમાંથી અંદાજે 2 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. આ આયોજનથી સમાજના યુવાનોને રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવવા રાષ્ટ્રીય મંચ મળશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મેડિકલ બોક્સ સાથે ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી:કુદરતી આફત કે કટોકટીમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીનું નિદર્શન
    Next Article
    Late Actor Nimmi's Caretaker Booked In Rs 8 Crore Property Dispute, Family Alleges Fraud

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment