Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતા ઘર બહાર નળ ચેક કરવા ગઈ'ને બીભત્સ ઈશારા કર્યા:સરસપુરમાં પાડોશી શખ્સે છેડતી કરી, સસરા ઠપકો આપવા જતા હુમલો કર્યો

    2 days ago

    અમદાવાદના સરસપુરમાં નવ મહિલા પહેલા લગ્ન કરીને આવેલી મહિલા પાણી આવતું ન હોવાથી ઘરની બહાર નળ ચેક કરવા જતાં પાડોશી શખ્સે બીભત્સ ઈશારા કરીને છેડતી કરી હતી. આટલું જ નહીં મહિલાના સસરા ઠપકો આપવા જતા ચાવીથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ અંગે મહિલાએ પાડોશી શખ્સ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નળ ચેક કરવા ગઈ ને બીભત્સ ઈશારા કર્યા સરસપુરમાં 26 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેના લગ્ન 9 મહિના પહેલા જ યુવક સાથે થયા હતા. ગત 9 નવેમ્બરે મહિલા ઘરમાં પાણી ન આવતું હોવાથી ઘરની બહાર નળ ચેક કરવા ગઈ હતી. ત્યારે પાડોશી બલવીરસિંગ રાજપૂતે મહિલાને જોઈને બીભત્સ ઈશારા કરી તેની પાસે બોલાવતો હતો. જેથી મહિલા ડરી જતા ઘરમાં જતી રહી હતી. સસરાએ પૂછતાં રડતા રડતા સમગ્ર હકીકત જણાવી પરંતુ દિવાળીનો તહેવાર હોવાથી તેને કોઈને વાત કરી ન હતી અને ગુમસુમ રહેતી હોવાથી સસરાએ પૂછતાં રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી. જેથી સસરાએ બલવીરસિંગને આ બાબતે ઠપકો આપવા જતા તેને ઉશ્કેરાઈને મહિલાના સસરાને માર માર્યો હતો અને ચાવીથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. પાડોશી શખ્સ સામે ફરિયાદ નોંધાઈ બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા બલવીર ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સસરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે મહિલાએ શખ્સ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ચાર વર્ષની દીકરીએ પ્રસાદ એઠો કર્યો, મારી મારીને પતાવી દીધી:બિહારમાં માતાની ધરપકડ; પિતા બોલ્યા- આવી પૂજાનો શું ફાયદો, દીકરી જ ન રહી; છઠની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ
    Next Article
    પૂરઝડપે આવતી કાર પલટી, બે યુવક 15 ફૂટ ઉછળી પટકાયા:બન્નેના મોત, અન્ય એક ઈજાગ્રસ્ત, મોરબીમાં સ્વિફ્ટ ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના યુવકો ડેકોરેશનનું કામ કરતા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment