Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ:બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન

    3 दिन पहले

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભુજમાં જનજાતીય ગૌરવ દિવસ-2026ની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે આ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં જનજાતીય સમાજની સંસ્કૃતિ, પરંપરા, સંઘર્ષ અને સિદ્ધિઓ રજૂ કરાઈ હતી.કાર્યક્રમના અધ્યક્ષ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે બિરસા મુંડાએ 25 વર્ષની ઉંમરે અંગ્રેજ શાસન સામે સંઘર્ષ કર્યો હતો. તેમણે આદિવાસી સમાજના હક્કો અને જળ, જંગલ, જમીનના અધિકારો માટે લડત આપી હતી. અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું કે બિરસા મુંડાનું જીવન યુવાનો અને સમાજ માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી 15 નવેમ્બરને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી આદિવાસી સમાજના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે.સાંસદ વિનોદભાઈ ચાવડાએ બિરસા મુંડાના વિચારો અને સંઘર્ષને યાદ કર્યા હતા. તેમણે સમાજના દરેક વર્ગને મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. વક્તા રત્નાકરજીએ પ્રકૃતિ, પર્યાવરણ, સંસ્કૃતિ અને પરંપરાના રક્ષણમાં જનજાતીય સમાજની ભૂમિકા સમજાવી હતી. તેમણે યુવાનોને પોતાના વારસાથી પરિચિત થવા કહ્યું હતું.કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. સીદી સમુદાયના કલાકારોએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો પણ આપવામાં આવ્યા હતા. આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને કામગીરી અંગેની દસ્તાવેજી ફિલ્મ રજૂ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે આવતી કાર પલટી, બે યુવક 15 ફૂટ ઉછળી પટકાયો:મોરબીમાં વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા બેના મોત, એક ઈજાગ્રસ્ત, રાજકોટના યુવકો ડેકોરેશનનું કામ કરતા'તા
    Next Article
    નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળામાં છરી મારી:જલારામ જયંતિની તૈયારી વચ્ચે વાહન હટાવવા મામલે માથાકૂટ, પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment