Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલકે વેપારીને છરી મારી:જલારામ જયંતિની તૈયારી વચ્ચે છોટાહાથી હટાવવા મામલે માથાકૂટ, પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ફરાર

    6 hours ago

    રાજકોટના નાણાવટી ચોક પાસેના સોમેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં ગઈકાલે (15 નવેમ્બર) રાત્રે જલારામ જયંતિની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે એક છોટાહાથી ટેમ્પો ખસેડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં સ્કોર્પિયો કારચાલકે વેપારી સાથે ઉગ્ર ઝઘડો કરી તેમના પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, ગાંધીગ્રામ પોલીસ તેને પકડ તે પહેલા જ કાર સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ટેમ્પામાંથી શાકભાજી ઉતારતા સમયે સ્કોર્પિયો ચાલક આવ્યો નાણાવટી ચોક પાસેની વિતરાગ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય વેપારી અંકિતભાઈ ગુણવંતરાય શેઠ રવિવારે મોડીરાત્રે તેમના સાથીદારો સાથે મળીને જલારામ જયંતિ મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા હતા. તેઓ તેમના છોટાહાથી ટેમ્પામાંથી શાકભાજી ઉતારી મંદિરના સ્ટોર રૂમમાં મૂકી રહ્યા હતા. આ સમયે એક કાળા કલરની GJ 11 DC 8200 નંબરની સ્કોર્પિયો કાર ત્યાં આવી પહોંચી હતી અને તેના ચાલક ઉમંગ ભુતે અંકિતભાઈને છોટાહાથી સાઈડમાં લેવા માટે ઉગ્ર સૂરે કહ્યું હતું. વેપારીને ગળાના ભાગે છરીનો ઘા માર્યો વેપારીએ થોડીવાર રાહ જોવાનું કહેતા જ ઉમંગ ભુત ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આટલાથી ન અટકતા આરોપીએ વેપારીને ઢીકા-પાટુનો માર મારી પોતાની પાસે રહેલી છરી કાઢી ઝીંકી દીધી હતી. છરીનો એક ઘા વેપારીના ડાબા કાનની નીચે ગળાના ભાગે વાગતા તે લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી મારી નાખવાની ધમકી આપી કાર સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી ઇજાગ્રસ્ત વેપારી અંકિતભાઈ શેઠની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સ્કોર્પિયો કારને કબજામાં લઈને ચાલક ઉમંગ ભુત વિરુદ્ધ BNSની 115(2), 118(1), 352, 351(2) તથા જી.પી.એકટ.કલમ.135(1) મુજબ ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમિતાભનાં ઘરે ફાયરિંગનું પ્લાનિંગ, અમદાવાદમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઇ; ભારતને મળી 2 મોટી ટૂર્નામેન્ટની યજમાની
    Next Article
    Video: Men On Bike Chase Lion On Motorcycles At Gujarat Safari Park

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment