Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ બીચના પાર્કિંગમાં પાર્ક કરેલી રિક્ષામાં આગ ભભૂકી:જોતજોતામાં રિક્ષા બળીને ખાખ, રોકડ અને અગત્યના દસ્તાવેજો પણ બળ્યા

    1 day ago

    વલસાડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ તિથલ બીચના પાર્કિંગમાં આજે સવારે પાર્ક કરેલી એક ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 પોલીસ હેલ્પલાઇન અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મિત્રો સાથે તિથલ બીચ ફરવા આવ્યા હતા પારડી તાલુકાના કોલક ગામના સાકરીકાંઠા ફળિયામાં રહેતા 40 વર્ષીય હિતેશભાઈ ભગુભાઈ પટેલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ કલસર ગામના મિત્ર જીતુભાઈ રમેશભાઈ હળપતિની માલિકીની બજાજ ઓટો રિક્ષા નં. GJ-15-AW-9125 ભાડેથી ચલાવે છે. આજે 15 નવેમ્બરે સવારે આશરે 6:30 વાગ્યે હિતેશભાઈ અને રિક્ષાના માલિક જીતુભાઈ બે પેસેન્જરોને લઈને તિથલ બીચ આવ્યા હતા. સવારે 7:30 વાગ્યે રિક્ષા પાર્કિંગમાં પાર્ક કરી બંને મિત્રો દરિયાકિનારે ફરવા ગયા હતા. આગની જાણ થતાં પોલીસનો માલિકને ફોન દરમિયાન સવારે આશરે 10:30 વાગ્યે પાર્કિંગમાં ઊભેલી રિક્ષામાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. રિક્ષામાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકોએ તાત્કાલિક 112 હેલ્પલાઇન અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 112ની ટીમના પોલીસ કર્મચારી અશ્વિનભાઈ પટેલે રિક્ષાના નંબરના આધારે તેના માલિક જીતુભાઈનો મોબાઇલ નંબર મેળવી ફોન કરીને આગ લાગ્યાની જાણ કરી હતી. રોકડ અને અસલ દસ્તાવેજો પણ બળીને ખાખ આગની જાણ થતાં જ હિતેશભાઈ અને જીતુભાઈ તાત્કાલિક પાર્કિંગમાં દોડી આવ્યા હતા. બીજી તરફ, ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં રિક્ષાનું એન્જિન, બોનેટ, ડેશબોર્ડ અને ચારેય ટાયર સહિતનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. રિક્ષામાં રાખેલા રોકડા રૂપિયા ઉપરાંત અસલ આરસી બુક, પીયુસી અને ઇન્શ્યોરન્સ સહિતના અગત્યના દસ્તાવેજો પણ આગમાં બળી ગયા હતા. વલસાડ સિટી પોલીસમાં જાણવાજોગ નોંધ આ આગની ઘટનામાં રિક્ષાચાલક અને માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. બનાવ અંગે હિતેશભાઈએ વલસાડ સિટી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો.:મેંદરડા વિસ્તારમાંથી બે દેશી તમંચા અને કાર્ટિજ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો.
    Next Article
    Video: China's CE-25A Electric Aircraft Completes First Crewed Test Flight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment