Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો.:મેંદરડા વિસ્તારમાંથી બે દેશી તમંચા અને કાર્ટિજ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો.

    1 day ago

    ​જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.જુનાગઢ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ​પોલીસ સ્ટાફ મેંદરડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે જૂનાગઢના ખ્વાજાનગરમાં રહેતો અમન મહમદભાઈ સાંધ ગામેતી નામના શખ્સે પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર રાખી મેંદરડા તાલુકાના લીલવા ગામમાં ગોરીપીરની દરગાહ સામેના પાર્કિંગમાં બેઠો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેના પેન્ટના બંને ખિસ્સામાંથી દેશી હાથ બનાવટના તમંચા નંગ 2 અને કાર્ટિજ નંગ 3 મળી આવ્યા હતા. ​પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તેને જૂનાગઢના અન્ય શખ્સ સાથે માથાકૂટ ચાલતી હોવાથી આ હથિયાર મધ્યપ્રદેશના મેહગાંવના જયપ્રકાશ ઉર્ફે ગુડુભાઈ ભદુરીયા પાસેથી આશરે દોઢ વર્ષ પહેલા લાવ્યો હતો. આ બાબતે પોલીસે આરોપી વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ​પકડાયેલા મુખ્ય આરોપીનું નામ અમન મહમદભાઈ સાંધ છે, જેની ઉંમર 29 વર્ષની છે અને તે ખેતીનો વ્યવસાય કરે છે. તે મૂળ લીલવા ગામનો અને હાલ જૂનાગઢમાં ખ્વાજા નગર, શેરી નંબર 2, ચૌહાણ પાન વાળી ગલીમાં રહે છે. આ ગુનામાં પકડવાના બાકી રહેલા અન્ય આરોપી જયપ્રકાશ ઉર્ફે ગુડુભાઈ ભદોરીયા છે, જે મેહગાંવ, જીલ્લા ભીંડ, મધ્યપ્રદેશ ખાતે રહે છે. ​આ કામગીરી દરમિયાન પોલીસે આરોપી અમન મહમદભાઈ સાંધ પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો નંગ 2 જેની કિંમત રૂપિયા 20,000/- થાય છે, કાર્ટિજ નંગ 3 જેની કિંમત રૂપિયા 300/- થાય છે, અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 10,000/- થાય છે; આમ કુલ રૂપિયા 30,300/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    School Assembly Headlines (November 16): Top National, International, Sports News
    Next Article
    તિથલ બીચના પાર્કિંગમાં પાર્ક કરેલી રિક્ષામાં આગ ભભૂકી:જોતજોતામાં રિક્ષા બળીને ખાખ, રોકડ અને અગત્યના દસ્તાવેજો પણ બળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment