Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારને એક વર્ષ પછી પુત્રના મોતની જાણ થઈ:એક વર્ષ પહેલા સુરતમાં નોકરી માટે આવેલા બાડમેરના યુવકનું રહસ્યમય મોત, તપાસની માગ

    10 hours ago

    સુરતના ઉધના વિસ્તારમાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલા 18 વર્ષીય રાજસ્થાની યુવકના મોતની જાણ તેના પરિવારને પૂરા એક વર્ષ બાદ થતાં ચકચાર મચી ગઈ છે. નવેમ્બર 2025માં ગુમ થયેલા યુવકનો મૃતદેહ અંકલેશ્વર નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હોવાની પોલીસે હવે જાણ કરી છે. બીજી તરફ, પરિવારે યુવકને નોકરીના સ્થળે માનસિક ત્રાસ અપાયાનો આક્ષેપ કરી તપાસની માગ કરી છે. નોકરીએ આવ્યાના 10 દિવસમાં જ થયો હતો ગુમ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગઢડા રોડ સ્થિત ખાનીયાની ગામનો 18 વર્ષીય તગારામ હરચંદરામ મેહરડા નવેમ્બર 2025માં એક કોન્ટ્રાક્ટર મારફતે સુરત નોકરી કરવા આવ્યો હતો. જોકે, સુરત આવ્યાના માત્ર 10 દિવસમાં જ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ અંગે 28 નવેમ્બર 2025ના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટમાં અરજી અને 25 હજારનું ઈનામ એક વર્ષ સુધી યુવકનો કોઈ પત્તો ન લાગતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ત્યારબાદ પોલીસે તગારામની ભાળ મેળવવા માટે 25,000 રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન નવેમ્બર 2026માં ઉધના પોલીસે પરિવારને જાણ કરી કે, તેમના પુત્રનો મૃતદેહ અંકલેશ્વર નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો અને સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પરિવારનો હત્યાનો આક્ષેપ, ઉચ્ચ અધિકારીઓને મળશે એક વર્ષ બાદ દીકરાના મોતના સમાચાર મળતા બાડમેર સ્થિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે, તગારામને નોકરીના સ્થળે માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો, જે અંગે તેણે અગાઉ પોતાની માતાને પણ વાત કરી હતી. હાલ પરિવારના સભ્યો રાજસ્થાનથી સુરત આવવા રવાના થયા છે અને તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળી ન્યાયની માંગ કરશે.
    Click here to Read More
    Previous Article
    'બોગસ જાતિ પ્રમાણપત્રથી ચૂંટણી લડનારને ભાજપ તરફથી મદદ નહીં મળે':MLA જેઠા ભરવાડે પંચાયતની અનામત બેઠકો અંગે કહ્યું- અસલ આદિવાસીઓની જગ્યાએ ખોટી રીતે લડવું અયોગ્ય
    Next Article
    Sanjay Manjrekar Trolls Pakistan After Loss To India In U19 Asia Cup Final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment