Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાની કચરા ગાડીની અડફેટે યુવકનું મોત:માતાને મૂકીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો, દિવાળીના દિવસોમાં જ માતા પર આભ તૂટી પડ્યું

    6 hours ago

    વડોદરામાં બિલ ચાપડ રોડ પર મહાનગરપાલિકાની કચરાની ગાડીની અડફેટે આવી જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ તડવી પોતાની માતાને મૂકીને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન કચરાની ગાડી સાથે તેમની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારોમાં માતાએ દીકરો ગુમાવ્યો અકસ્માત સર્જનાર કચરાની ગાડી પર નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. વાહન પર નંબર પ્લેટ ન હોવાને કારણે ગાડીની ઓળખ અને તેની જવાબદારીને લઈને સવાલો ઊભા થયા છે. દિવાળીના તહેવારો અને નવા દિવસોની ખુશી વચ્ચે એક માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. માતાને મૂકીને પરત ફરેલો દીકરો ઘરે પહોંચે તે પહેલાં જ કાળનો કોળિયો બની જતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મનપાની કચરા ગાડીએ વધુ એકનો જીવ લીધો આ ઘટનાએ પરિવારમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ સર્જી છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા કચરાની ગાડીઓની સુરક્ષા, નંબર પ્લેટ અને યોગ્ય સંચાલન અંગે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મકરપુરા વિસ્તારમાં પણ પાલિકાની કચરાની ગાડીની અડફેટે આવી જતાં એક બાળકનું મોત થયું હતું. ત્યારબાદ ફરી એકવાર કચરાની ગાડીના કારણે જીવ ગુમાવવાની ઘટના સામે આવતાં પાલિકાની કચરા ગાડીઓની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ભક્તામર મહાપૂજન અને સ્વામીવાત્સલ્ય યોજાયાં:શત્રુંજય ધામ-યોગીનગરમાં દેસાઈ શાંતિલાલ રતિલાલ પરિવારના સૌજન્યથી કાર્યક્રમ, જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા
    Next Article
    "Treason": BJP On Italian Leader's 'Vote Thief' Slogan, Rahul Gandhi's Laughter At Bharat Summit In Hyderabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment