Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હું કોંગ્રેસનો સૈનિક, રાહુલ ગાંધીનો બબ્બર શેર છું’:નરેન્દ્ર મોદીને મળ્યાના અહેવાલો બળદેવજી ઠાકોરે ફગાવ્યા, કહ્યું-તળાવના પ્રશ્ને અર્જુન મોઢવાડિયાને મળ્યો હતો, પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ

    8 hours ago

    કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હોવાની ચર્ચાને ખોટી ગણાવીને ખુલાસો કરવો પડ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું કોંગ્રેસનો સૈનિક છું, રાહુલ ગાંધીનો બબ્બર શેર છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મારી રાજકીય કારકિર્દી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બળદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર, તેઓ તળાવના પ્રશ્નને લઈને અર્જુન મોઢવાડિયાનો સમય માગીને તેમના બંગલે મળવા ગયા હતા. જાહેર જીવનમાં લોકોના પ્રશ્નો લઈને મુખ્યમંત્રી કે મંત્રીઓને મળવા જવું એ સામાન્ય બાબત છે. આ મુલાકાત પણ લોકપ્રશ્નના સંદર્ભમાં જ હતી. 'મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ' બળદેવજી ઠાકોરે વધુમાં જણાવ્યું કે, કેટલાક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. આ અહેવાલોને પડકારતાં તેમણે કહ્યું કે, કોઈ એક એવો પુરાવો રજૂ કરો કે હું નરેન્દ્રભાઈ મોદીને મળવા ગયો છું. જો તમારી પાસે પુરાવો હોય તો મને આપજો. હું મારું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. તેમણે આક્ષેપ કર્યો કે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરીને તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. કોંગ્રેસમાં જ રહેવાની પણ સ્પષ્ટતા કરી જમીન અંગેની ચર્ચાના અહેવાલો પર પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, કલોલ તાલુકામાં હજારો કરોડ રૂપિયાની જમીન ખેડૂતોને પરત અપાવવામાં આવી છે અને તેના દાખલા પણ ઉપલબ્ધ છે. ખેડૂતોના હિતમાં તેમણે કામ કર્યું છે. વધુમાં તેમણે સ્વીકાર્યું કે, તેઓ લોકઉપયોગી કામ લઈને અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા, પરંતુ તેનો અર્થ રાજકીય પક્ષ બદલવાની અટકળો કરવો યોગ્ય નથી. અંતમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસમાં જ રહેવાની અને પક્ષને મજબૂત બનાવવા માટે સતત લડતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ટંકારા નજીક સ્વિફ્ટ કાર પલટી જતા બે યુવાનોના મોત:ખજૂરા હોટલ પાસે ઇલેક્ટ્રિક થાંભલા સાથે કાર અથડાઈ;સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
    Next Article
    Netanyahu Calls For "Unity Government", Eisenkot Says He's "Playing Tricks"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment