Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારા નજીક સ્વિફ્ટ કાર પલટી જતા બે યુવાનોના મોત:ખજૂરા હોટલ પાસે ઇલેક્ટ્રિક થાંભલા સાથે કાર અથડાઈ;સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

    7 hours ago

    રાજકોટથી મોરબી તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક પલટી જતાં 2 યુવાનોના મોત થયા હતા. શનિવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ ખજૂરા હોટલ પાસે કાર રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનની ફરિયાદના આધારે ટંકારા પોલીસે મૃતક કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા ત્રણ યુવાનો મોરબી જઈ રહ્યા હતા મળતી માહિતી મુજબ, રાજકોટમાં ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા 3 યુવાનો શનિવારે સવારે સ્વિફ્ટ કારમાં મોરબી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે કારચાલક અનલ બાબરીયા પૂરઝડપે કાર ચલાવી રહ્યા હોવાથી તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડ પર પલટી મારીને બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કારચાલક અને આગળની સીટ પર બેઠેલા યુવાનનું મોત થયું આ અકસ્માતમાં કારચાલક અનલ બાબરીયા અને આગળની સીટ પર બેઠેલા પ્રભાત લામકાને માથા તથા શરીરના ભાગે ઇજા પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર ફરિયાદી જીવણ ડાભીને હોઠ અને પીઠના ભાગે ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ બાદ ટંકારા પોલીસે ગુનો નોંધ્યો રાજકોટના જામનગર રોડ પર માધાપર ગામના નવરંગપરામાં ક્રાઈસ્ટ હોસ્પિટલ સામે રહેતા ફરિયાદી જીવણ ડાભીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ટંકારા તાલુકા પોલીસે માધાપર ચોકડી પાસે બાબરીયાની વાડીમાં રહેતા મૃતક સ્વિફ્ટ કારચાલક અનલ બાબરીયા સામે ગુનો નોંધી રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, રતલામ કેફે-મકાનમાં NCBનું સર્ચ:MPથી મટિરિયલ મંગાવતા, મકાન ભાડે રાખી ભોંયરામાં મહિનાથી ડ્રગ્સ બનાવતા; દંપતીની અટકાયત
    Next Article
    ‘હું કોંગ્રેસનો સૈનિક, રાહુલ ગાંધીનો બબ્બર શેર છું’:નરેન્દ્ર મોદીને મળ્યાના અહેવાલો બળદેવજી ઠાકોરે ફગાવ્યા, કહ્યું-તળાવના પ્રશ્ને અર્જુન મોઢવાડિયાને મળ્યો હતો, પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment