Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરડા સફારીમાં એકસાથે સિંહ નજીકથી જોવા મળતા પ્રવાસીઓ ખુશ:સિંહ દર્શન ઉપરાંત પક્ષીઓ, નીલગાય અને હરણ પણ જોવા મળ્યાં;ગાઇડ્સ અને ડ્રાઇવરોની કામગીરી વખાણી

    8 hours ago

    પોરબંદર સ્થિત બરડા વન્યજીવ અભયારણ્યની જંગલ સફારીમાં પ્રવાસીઓને નજીકથી એકસાથે 3 સિંહ જોવા મળ્યા હતા. તાજેતરમાં પરિવારો સાથે બરડા જંગલ સફારીની મુલાકાતે આવેલા પ્રવાસીઓને સિંહ દર્શન થતાં તેમણે સફારીના આ અનુભવને ‘પૈસા વસૂલ’ ગણાવ્યો હતો અને અન્ય પ્રકૃતિપ્રેમીઓને પણ અભયારણ્યની મુલાકાત લેવા જણાવ્યું હતું. પક્ષીઓ, નીલગાય અને હરણ સહિત સ્થાનિક નેસડાઓ આકર્ષણ બન્યાં બરડા જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન ઉપરાંત જંગલમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ, નીલગાય અને હરણ પણ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં આવેલા સ્થાનિક નેસડાઓ અને સેલ્ફી પોઇન્ટ પણ મુલાકાતે આવેલા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ગાઇડ્સ અને જીપ ડ્રાઇવરોની કામગીરી તથા બુકિંગ વ્યવસ્થાની પ્રશંસા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓએ ગાઇડ્સ અને જીપ ડ્રાઇવરોની કામગીરી તથા સફારીની સરળ બુકિંગ પ્રક્રિયા અને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. વન વિભાગના ગાઇડ્સે પ્રવાસીઓને અભયારણ્યનાં વૃક્ષો, વનસ્પતિ, પક્ષીઓ અને વન્યપ્રાણીઓની રહેણીકરણી તથા વર્તણૂક વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    South Africa vs Bangladesh 1st Test Live Streaming: When And Where To Watch SA vs BAN Match In India
    Next Article
    અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ:ચાંદખેડામાં વોર્ડ પ્રમુખે સ્નેહમિલન યોજ્યું, SC મોરચાના પ્રમુખે અલગથી સ્નેહમિલન માટે સો. મીડિયામાં પોસ્ટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment