Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચર્ચાઓ સેહવાગ-દ્રવિડના પુત્રોની હતી, પણ મહેફિલ મોહિત ઉલ્વા લૂંટી ગયો:ગુજરાતના કાવ્ય અને આર્યને પણ પાકિસ્તાનીઓને ધૂળ ચટાવી; મનલ ચૌહાણ પણ ચમક્યો

    5 hours ago

    અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર હતી. આ મુકાબલા પહેલા ચર્ચા આર્યવીર સેહવાગ (વીરેન્દ્ર સેહવાગના પુત્ર) અને અન્વય દ્રવિડ (રાહુલ દ્રવિડના પુત્ર) જેવા દિગ્ગજ ક્રિકેટરોના પુત્રોની હતી. આર્યવીરે બેટથી સારી ઇનિંગ પણ રમી, જ્યારે અન્વય દ્રવિડ પણ પ્લેઇંગ-11નો ભાગ હતો. જોકે તેના બેટથી પણ રન આવ્યા પણ એટલા નહીં. પરંતુ જ્યારે ભારતની ટીમ મુશ્કેલીમાં ફસાઈ, ત્યારે બે એવા ખેલાડીઓએ જવાબદારી સંભાળી, જેની કદાચ જ કોઈએ આ પ્રકારના પ્રદર્શનની અપેક્ષા રાખી હશે. આ ખેલાડીઓ મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વા હતા. પાકિસ્તાન સામેની અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતને જીતવા માટે 16 બોલમાં 29 રનની જરૂર હતી, ત્યારે 47 રન બનાવીને મનલ ચૌહાણ આઉટ થયો. મનલ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે રડી પડ્યો. તેને આ વાતનું દુઃખ હતું કે તે ટીમને જીત અપાવવા માટે મેદાન પર હાજર નહીં રહે. જોકે, તેને પોતાના સાથી મોહિત ઉલ્વા પર વિશ્વાસ હતો. મોહિતે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને એક વિકેટે જીત અપાવી દીધી. આ જીતના હીરો મનલ અને મોહિતની કહાની પણ રસપ્રદ છે. બંનેએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તેમની પાછળ કોઈ મોટું સપનું નહોતું. શરૂઆતમાં તેમના માટે આ અભ્યાસથી બચવાનો બહાનો હતો, પરંતુ ધીમે-ધીમે આ જ રમત તેમની કારકિર્દી બની ગઈ. શાળાએ જવાના નામે મનલ મેદાન પર પહોંચી જતો હતો મધ્ય પ્રદેશના મુરેનાના મનલને અભ્યાસ કરતાં ક્રિકેટ વધુ પસંદ હતું. તે ઘરેથી શાળાએ જવા માટે નીકળતો, પરંતુ પહોંચતો મેદાન પર હતો. કોચ રાજેશ તોમરે તેને ક્રિકેટને ગંભીરતાથી લેવા માટે પ્રેરિત કર્યો. ત્યારબાદ મનલને સમજાયું કે ઉંમરના અલગ-અલગ વર્ગોમાં રમતાં રાજ્ય અને પછી દેશની ટીમ સુધી પહોંચી શકાય છે. તેણે મહેનત શરૂ કરી, પરંતુ અંડર-19 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નહીં. તેનાથી તે ખૂબ નિરાશ થયો. પરિવાર અને કોચે હિંમત વધારી ત્યારે તેણે સ્થાનિક ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે તેની આગેવાનીમાં મધ્ય પ્રદેશે પ્રથમ વખત કૂચ બિહાર ટ્રોફી જીતી. આ ટુર્નામેન્ટ 1945-46થી રમાઈ રહી છે. ત્યારબાદ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું. ત્યાં યુથ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 150 અને બીજી ઇનિંગ્સમાં 50 રન બનાવ્યા. 35 બોલમાં 57 રનની ભાગીદારી પાકિસ્તાન સામેની ફાઇનલમાં પણ મનલે મુશ્કેલ સમયે જવાબદારી સંભાળી. મોહિત સાથે 35 બોલમાં 57 રન જોડીને ભારતની જીતની આશાઓ જીવંત રાખી. તેમણે 32 બોલમાં 47 રન બનાવ્યા. મોહિતને ઓફ સ્પિનરમાંથી ઝડપી બોલર બનાવ્યો ગુજરાતના સૌરાષ્ટ્રના રહેવાસી મોહિત ઉલ્વાએ ગામમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેના પિતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં છે અને ક્રિકેટના શોખીન છે. પુત્રની રુચિ જોઈને તેમણે તેને એકેડમીમાં મોકલ્યો. જોકે, મોહિત માટે પણ શરૂઆતમાં ક્રિકેટ ભણાઈથી બચવાનો માત્ર એક બહાનો જ હતું. જામનગરની ક્રિકેટ બંગલા એકેડમીમાં કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણે તેને ટ્રેનિંગ આપી. ચૌહાણે રવીન્દ્ર જાડેજાની શરૂઆતની કારકિર્દીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહિત પહેલાં ઑફ સ્પિન બોલિંગ કરતો હતો, પરંતુ કોચે તેની દોડવાની ક્ષમતા અને શારીરિક બાંધો જોઈને ઝડપી બોલિંગ કરવાની સલાહ આપી. મોહિતે આ ફેરફાર અપનાવ્યો અને રાઇટ આર્મ મીડિયમ પેસર બની ગયો. ઉનડકટ પાસેથી બોલિંગ શીખી ફિટનેસ માટે મોહિત અભ્યાસ પહેલાં 24-25 રાઉન્ડ દોડતો હતો. સ્લોઅર બાઉન્સર શીખવા માટે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટની બોલિંગને નજીકથી જોઈ. બેટિંગ સુધારવામાં પિતાએ પણ મદદ કરી. તે બોલિંગ મશીન અને થ્રોડાઉનથી તેને અભ્યાસ કરાવતા હતા. મોહિતની બેટિંગનો દમ અગાઉ પણ જોવા મળ્યો હતો. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની યુથ ટેસ્ટમાં 10મા ક્રમે ઉતરીને તેણે 84 બોલમાં 92 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે ત્રણ વિકેટ પણ લીધી હતી. મોહિતે છેલ્લી બોલ સુધી વિશ્વાસ જાળવી રાખ્યો મનલ આઉટ થયા બાદ ભારતને 29 રનની જરૂર હતી. મોહિતે ચિગુરુપતિ વેંકટ સાથે છેલ્લી વિકેટ માટે મોરચો સંભાળ્યો. વેંકેટે 8 બોલમાં અણનમ 11 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ભારતને 8 રનની જરૂર હતી. પાંચ બોલ બાદ ત્રણ રનની જરૂર હતી. મોહિતે છેલ્લી બોલ પર લોંગ ઑફની દિશામાં ચોગ્ગો ફટકારીને ટીમને ચેમ્પિયન બનાવી દીધી. તે 26 બોલમાં 49 રન બનાવીને અણનમ રહ્યો. મોહિતને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કર્યો. ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું, પરંતુ ફાઇનલમાં તેણે પોતાનામાં વિશ્વાસ જાળવી રાખ્યો. આ ઇનિંગ્સનો લાભ તેને તરત જ મળ્યો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને તેને સિનિયર ટીમની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટીમમાં સામેલ કર્યો છે. સૌરાષ્ટ્રનો આગામી મુકાબલો 16 નવેમ્બરે હરિયાણા સામે થવાનો છે. કાવ્ય પટેલ ફાઈનલમાં સૌથી સફળ બોલર ભારતીય U-19 ટીમનો વધુ એક ફાસ્ટ બોલર, કે જેણે પાકિસ્તાનીઓને ઘરભેગા કર્યા, કાવ્ય પટેલે ફાઈનલમાં જોરદાર બોલિંગ કરી. તેણે 10 ઓવરમાં 68 રન આપીને 4 મહત્ત્વની વિકેટ ઝડપી. જે ગતિથી પાકિસ્તાની બેટર્સ બેટિંગ કરી રહ્યા, તેને મહત્ત્વના સમયે કાવ્યએ આઉટ કરીને રનગતિ પર બ્રેક લગાવી. ડેથ ઓવર્સમાં પણ તેણે બે વિકેટ લઈને પાકિસ્તાની બેટર્સને બેકફૂટ પર ધકેલ્યા આર્યન સવસાણીએ એક વિકેટ લીધી, પણ ઇકોનોમીકલ રહ્યો શરૂઆત અને મિડલ ઓવર્સમાં જ્યારે ભારતને વિકેટની જરૂર હતી, ત્યારે મૂળ મોરબીના અને હાલ રાજકોટ રહેતા આર્યન સવસાણીએ ખૂબ જ ઇકોનોમીકલ બોલિંગ કરી. તે વિકેટ લઈ શક્યો નહોતો. પણ તેણે પાકિસ્તાનીઓને બાંધીને રાખ્યા. તેણે કરકસરયુક્ત બોલિંગ કરતા વિરોધી ટીમને રન બનાવવામાં તકલીફ પડી રહી હતી. ---------------- આ સમાચાર પણ વાંચો… ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી: U-19 એશિયા કપમાં નવમી વખત ભારત ચેમ્પિયન, એક વિકેટથી હરાવીને ધૂળ ચટાવી 338 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ 252 રનમાં જ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને જીતવા માટે માત્ર 2 વિકેટની જરૂર હતી અને ભારતીય કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ હતી. પરંતુ નંબર-10 પર આવેલા મોહિત ઉલ્વાએ મેદાન પર ઉતરતા જ આક્રમક અંદાજ અપનાવ્યો. તેણે મનલ ચૌહાણ (47) સાથે મળીને 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ત્યારબાદ છેલ્લી વિકેટ માટે ચિગુરુપતિ વેંકટ સાથે અણનમ 30 રન જોડીને અશક્ય લાગતી જીતને હકીકતમાં ફેરવી દીધી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    इजरायली एयर स्ट्राइक में हमास के सीनियर कमांडर की मौत, सीजफायर के बावजूद गाजा में संघर्ष जारी
    Next Article
    તાંબાના તાર બદલવાથી અમેરિકામાં એર ઇમરજન્સી સર્જાઈ:રાઉટરની ખામીને કારણે એર ટ્રાફિક સિસ્ટમ ઠપ, 2 દિવસમાં 15 હજાર ફ્લાઇટ્સ રદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment