Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે લાભ પાંચમના દિવસે ચોપડા અને ધર્મશાસ્ત્રોનું શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન:વ્યસન અને આળસનો ત્યાગ એ જ સાચું શુભ સમય, સ્વાસ્થ્યની જાળવણી એ જ સાચો લાભ

    10 घंटे पहले

    ​​અમદાવાદ શહેરના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે શનિવારે લાભ પાંચમના શુભ દિવસે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાનિધ્યમાં વેપારીઓના પરંપરાગત હિસાબી ચોપડાની સાથે આજના ડિજિટલ યુગના સાધનો જેવા કે લેપટોપ, આઈપેડ અને પવિત્ર ધર્મશાસ્ત્રોનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ લાભ પાંચમનું વ્યવહારિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ચોપડાના પાના પર તો દર વર્ષે શુભ અને લાભ લખીએ છીએ, ચાલો આ વખતે આપણા આચરણમાં પણ શુભ અને લાભ લખીએ. વ્યસન અને આળસનો ત્યાગ એ જ સાચું શુભ છે, અને સમય તથા સ્વાસ્થ્યની જાળવણી એ જ સાચો લાભ છે. વાણીમાં મીઠાશ રાખવી એ શુભ છે, અને સંબંધોને સાચવી લેવા એ મોટો લાભ છે. દુકાનના હિસાબમાં નફો થાય તે લાભ, પણ જીવનના હિસાબમાં ભગવાનના અને સંતના આશીર્વાદ પ્રાપ્ત થાય તે આપણા ખાતામાં જમા થાય છે અને તે જ ખરા અર્થમાં મહાલાભ છે. અંતમાં, કુમકુમ મંદિરના સંતો દ્વારા સમગ્ર વેપારી વર્ગ અને નાગરિકોનું નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ, નિરોગી અને આધ્યાત્મિક રીતે કલ્યાણકારી નીવડે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આજથી હાથમતી ડેમમાંથી સિંચાઇનું પાણી છોડાશે:હિંમતનગર તાલુકાના 33 અને પ્રાંતિજ તાલુકાના 43 ગામોના ખેડૂતોને લાભ થશે
    Next Article
    India vs New Zealand LIVE Score, 5th ODI: Broadcasting Issue Creates Chaos As Shreyas Iyer Departs, India 4 Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment