Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી હાથમતી ડેમમાંથી સિંચાઇનું પાણી છોડાશે:હિંમતનગર તાલુકાના 33 અને પ્રાંતિજ તાલુકાના 43 ગામોના ખેડૂતોને લાભ થશે

    11 hours ago

    હિંમતનગર અને પ્રાંતિજ પંથકના ખેડૂતો માટે આજથી હાથમતી જળાશય યોજનામાંથી સિંચાઈ માટેનું પાણી છોડાશે. આ નિર્ણયથી હિંમતનગર તાલુકાના 33 અને પ્રાંતિજ તાલુકાના 43 મળી કુલ 76 ગામોના ખેતી વિસ્તારોને પૂરતું પાણી મળી રહેશે. શિયાળુ પાકની સિંચાઈ માટે સમયસર પાણી મળવાથી રવિ પાકના ઉત્પાદનમાં સારો એવો વધારો થશે તેવી ખેડૂતોમાં પ્રબળ આશા બંધાઈ છે. આ નિર્ણયથી સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના કુલ 90 ગામોના ખેડૂતોને મોટો ફાયદો થશે. હાથમતી જળાશયના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર જે.વી. પટેલે જણાવ્યું હતું કે, જળાશયની કુલ પાણી સંગ્રહ ક્ષમતા 115 મિલિયન ઘનમીટર છે. જેની સામે હાલમાં 93 મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રવિ પાકની ખેતી માટે 6200 હેક્ટર જમીન વિસ્તારને આવરી લેવાયો છે. આ સમગ્ર વિસ્તારમાં રવિ સિઝન દરમિયાન પાંચ વખત પાણી આપવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરાયું છે. આ સિંચાઈ યોજનાનો મુખ્ય લાભ બે જિલ્લાના ચાર તાલુકાને મળશે. જેમાં ​હિંમતનગર તાલુકાના 33 ગામો અને પ્રાંતિજ તાલુકાના 43 ગામોને સિંચાઈનો લાભ પ્રાપ્ત થશે. તો ​ગાંધીનગર તાલુકાના 9 ગામો અને દહેગામ તાલુકાના 5 ગામોને પણ આ યોજના અંતર્ગત પાણી અપાશે. આમ, બંને જિલ્લાના કુલ 90 ગામોના 6200 હેક્ટર જમીન વિસ્તારને આ પાણી પૂરું પાડવામાં આવશે. સિંચાઈ માટે હાથમતી જળાશયમાંથી સીધું અ ઝોનમાં પાણી છોડાશે. જ્યારે હાથમતી નદીમાં છોડાયેલું પાણી હિંમતનગરના હાથમતી વિયર સુધી પહોંચશે અને ત્યાંથી કેનાલ નેટવર્ક દ્વારા બ અને ક ઝોનના વિસ્તારોમાં આવેલા ખેતરો સુધી પહોંચાડાશે. આ વ્યવસ્થાથી ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહેશે તેવી ખાતરી વ્યક્ત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ કરો તો પાલિકા કહે છે ફોટો પાડીને મોકલો:હિંમતનગરમાં દુર્ગા મિલ પાછળ છેલ્લા બે મહિનાથી કચરાના ઢગ
    Next Article
    કુમકુમ મંદિરે લાભ પાંચમના દિવસે ચોપડા અને ધર્મશાસ્ત્રોનું શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન:વ્યસન અને આળસનો ત્યાગ એ જ સાચું શુભ સમય, સ્વાસ્થ્યની જાળવણી એ જ સાચો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment