Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિત શર્માએ ચોગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરી:ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી; ભારત માટે ફાસ્ટ બોલર યશ ઠાકુરે ડેબ્યૂ કર્યું

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી અને છેલ્લી વન-ડે આજે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરમાં 18/0 છે. ટીમ તરફથી રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. બન્ને ટીમે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ભારત માટે ગુરનૂર બરાર અને કુલદીપ યાદવ બહાર છે. મોહમ્મદ સિરાજ પરત ફર્યો છે. જ્યારે યશ ઠાકુરે ડેબ્યૂ કર્યું છે. જ્યારે કિવીઝે પણ બે બદલાવ કર્યા છે. મેટ હેનરી અને કાઇલ જેમિસન ટેસ્ટની તૈયારીના કારણે આ મેચ રમી રહ્યા નથી. તેમની જગ્યાએ જેકબ ડફી અને બ્લેર ટિકનર પરત ફર્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર ન્યૂઝીલેન્ડ (NZ): વિલ યંગ, ટિમ સેફર્ટ (વિકેટકીપર), નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, બ્લેર ટિકનર, જેકબ ડફી, મેથ્યુ ફિશર
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતનો મોહિત એકલો પાકિસ્તાનને ભારે પડ્યો, કર્ણાટક ફરવા ગયેલાં સુરતનાં દંપતીની બોટ પલટી, સંતાનો સામે જ મોત, બે દિવસમાં અમૂલે બીજો ઝટકો આપ્યો
    Next Article
    ડાયાબિટીસમાં હાર્ટ ડિસીઝનું જોખમ વધારે:ખતરાના 6 સંકેતો દેખાય તો તરત જ હોસ્પિટલ જાઓ; દરેક દર્દીઓ માટે 9 સાવચેતી જરૂરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment