Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતનો મોહિત એકલો પાકિસ્તાનને ભારે પડ્યો, કર્ણાટક ફરવા ગયેલાં સુરતનાં દંપતીની બોટ પલટી, સંતાનો સામે જ મોત, બે દિવસમાં અમૂલે બીજો ઝટકો આપ્યો

    9 hours ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર U-19 એશિયા કપને લઈ રહ્યા. ભારતે પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યું છે. બીજા મોટા સમાચાર અમૂલના ભાવ વધારાના રહ્યા. દૂધ બાદ દહીં અને લસ્સીના ભાવમાં પણ થયો વધારો. વાંચો મોર્નિંગ ન્યૂઝ બ્રીફ ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બિરસા મુંડા જયંતિના અવસરે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. 2. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી વનડે રમાશે. મેચ સવારે 7:30 વાગ્યે શરૂ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી:U-19 એશિયા કપમાં નવમી વખત ભારત ચેમ્પિયન, એક વિકેટથી હરાવીને ધૂળ ચટાવી અંડર-19 એશિયા કપની આ ફાઈનલ રોમાંચના તમામ રેકોર્ડ તોડી નાખવાવાળી રહી! એક સમયે જ્યારે પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી રહી હતી અને ભારતની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ હતી, ત્યારે લોઅર ઓર્ડરમાં 10મા નંબરે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ મેચનું ચિત્ર જ બદલી નાખ્યું. 338 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ 252 રનમાં જ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને જીતવા માટે માત્ર 2 વિકેટની જરૂર હતી અને ભારતીય કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ હતી. પરંતુ નંબર-10 પર આવેલા મોહિત ઉલ્વાએ મેદાન પર ઉતરતા જ આક્રમક અંદાજ અપનાવ્યો. તેણે મનલ ચૌહાણ (47) સાથે મળીને 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ત્યારબાદ છેલ્લી વિકેટ માટે ચિગુરુપતિ વેંકટ સાથે અણનમ 30 રન જોડીને અશક્ય લાગતી જીતને હકીકતમાં ફેરવી દીધી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. અમેરિકામાં 9/11 હુમલા બાદ બીજી વખત એર ઇમરજન્સી:કમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાથી 8000 ફ્લાઇટ્સ રદ, 15 લાખ મુસાફરો એરપોર્ટ્સ પર ફસાયા અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતા શુક્રવારે 4 કલાકથી વધુ સમય સુધી વિમાનોની ઉડાન રોકવી પડી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAAએ સુરક્ષાના કારણોસર દેશભરના એરપોર્ટ પર ફ્લાઇટ્સ રોકવાનો આદેશ આપ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 3. વિશ્વના 3 સૌથી તાકતવર નેતાઓ એકસાથે:ટ્રમ્પ-પુતિન-જિનપિંગની ઐતિહાસિક બેઠક, શું બદલાશે દુનિયાનું ચિત્ર?, 80 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન; મસ્ક પણ ટ્રમ્પ સાથે જોડાશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક જ બેઠકમાં ભાગ લેશે. વ્હાઇટ હાઉસે શુક્રવારે તેની પુષ્ટિ કરી. આ બેઠક ચીનના શેનઝેનમાં યોજાનારી એશિયા-પ્રશાંત આર્થિક સહકાર (APEC) પરિષદ દરમિયાન થશે. આ બેઠકમાં સૌથી મહત્ત્વનો મુદ્દો પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડવાનો રહેશે. આ ઉપરાંત ઈરાન અંગે પણ ચર્ચા થશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. રિપોર્ટ- હસીનાની વાપસી માટે ભારતે 2 શરતો મૂકી:પહેલી- બાંગ્લાદેશી સેના સુરક્ષિત રીતે લઈને જાય, બીજી- ફાંસીની સજા વિરુદ્ધ અપીલ કરવાની તક મળે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી મામલે ભારતે બે શરતો મૂકી છે. BBC બાંગ્લાની રિપોર્ટ અનુસાર, ભારતીય અધિકારીઓ ઇચ્છે છે કે બાંગ્લાદેશની સેના પોતે ભારત આવે અને હસીનાને પોતાની સાથે પરત લઈ જાય. ભારતની બીજી શરત છે કે બાંગ્લાદેશ સરકાર તેમને નિષ્પક્ષ સુનાવણીની ખાતરી આપે. એટલે કે બાંગ્લાદેશ પરત ફર્યા બાદ તેમને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક મળે. જોકે, ભારત સરકારે અત્યાર સુધી આ બંને શરતો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ભારત આવશે પાકિસ્તાની મંત્રી:SCOના કાર્યક્રમમાં સામેલ થશે; છેલ્લી વખત બિલાવલ ભુટ્ટો 2023માં આવ્યા હતા પાકિસ્તાનના આબોહવા મંત્રી મુસાદિક મસૂદ મલિક આવતા અઠવાડિયે ભારત આવશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મલિક 20થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના એક કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતે પાકિસ્તાનને SCOના સભ્ય હોવાના નાતે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ માટે ગયા મહિને પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસા અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખિચીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. કર્ણાટક ફરવા ગયેલા દંપતીની બોટ પલટતા સંતાનો સામે જ મોત:હરંગી બેકવોટર્સમાં બોટિંગ સમયે દુર્ઘટના થતાં બોટ નીચે ફસાયા, લાઈફ જેકેટ પહેર્યું હતું; સુરતના અનાવિલ સમાજમાં શોક સુરતથી વેકેશનની મજા માણવા કર્ણાટકના પ્રવાસે ગયેલા સુરતના એક પરિવાર માટે આ સફર જીવનભરનો ક્યારેય ન ભૂલાય તેવો કારમો આઘાત બની ગઈ. અડાજણ વિસ્તારમાં ગ્રીન સિટીમાં રહેતા 50 વર્ષીય જાણીતા આર્કિટેક્ટ અને અનાવિલ સમાજના અગ્રણી ધર્મેશભાઈ દેસાઈ(નાયક) અને તેમના 48 વર્ષીય શિક્ષિકા પત્ની નિમ્મીબેન દેસાઈનું કર્ણાટકના કુશલનગર નજીક હરંગી બેકવોટર્સમાં બોટ પલટી જતાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં દંપતીની સાથે રહેલા તેમના પુત્ર અને પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમૂલે દૂધ બાદ દહીં અને લસ્સીના ભાવ વધાર્યા:એક કિલો દહીંમાં ₹5 અને લસ્સીમાં ₹2નો વધારો ઝીંકાયો, આજથી ભાવવધારો અમલી અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ જાહેરાત વગર ગુપચુપ રીતે 14 નવેમ્બરથી જ આ નવા ભાવ વધારાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોને હવે ખરીદી માટે વધુ કિંમત ચૂકવવી પડશે. અમૂલની પ્રોડક્ટ પર કરાયેલા ભાવવધારા અંગે કંપની તરફથી હજુ સુધી અધિકારીક રીતે જાહેરાત કરાઈ નથી. જોકે, અમૂલના પાર્લર પર આજે વેચાણ માટે મૂકાયેલી દહીં અને લસ્સીની વેચાણ કિંમતમાં નવા ભાવ લખવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ રાહુલ ગાંધી બોલ્યા- 2014માં વિપક્ષ આઘાતમાં હતો:અગાઉ કડક મુકાબલા અને ગઠબંધન જોવા મળતાં હતાં, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ બ્રિટનમાં ભારતીય મૂળના યુવકને 30 વર્ષની જેલ:14 વર્ષની ઉંમર જણાવીને 70 સગીર છોકરીઓ સાથે ઓનલાઇન મિત્રતા, અશ્લીલ ફોટા-વીડિયો દ્વારા બ્લેકમેલ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ એક ન્યૂડ તસવીર અને દેશ સાથે ગદ્દારી:પાકિસ્તાની મહિલાના હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો વિંગ કમાન્ડર, ફાઇટર જેટનું લોકેશન મોકલ્યું; ગુજરાતના સિમથી ચાલતી હતી વાતચીત (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ સત્તા બચાવવા ત્રીજું વિશ્વયુદ્ધ કરાવશે નેતન્યાહૂ?:ટ્રમ્પને મનાવવા મોસાદ ચીફને અમેરિકા દોડાવ્યા; ઈરાન પર હુમલાના ષડયંત્રથી ઇઝરાયલમાં ખળભળાટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ સોનું આ અઠવાડિયે ₹5643 ઘટીને ₹1.36 લાખ પર આવ્યું:ચાંદી ₹4868 સસ્તી થઈ, ₹1.78 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ક્રિકેટઃ વૈભવ વિશ્વનો સૌથી યંગેસ્ટ T20 કેપ્ટન બન્યો:15 વર્ષ 232 દિવસની ઉંમરે બિહારની કમાન સંભાળી; ગુજરાતના ખિલન પટેલે બેટિંગમાં ધબધબાટી બોલાવી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો જીવ લઈ શકે છે:AIના ‘ગોડફાધર’ની ભયાનક ચેતવણી, કહ્યું- 18 મહિનામાં એટલું સ્માર્ટ બની જશે કે આપણા કંટ્રોલ બહાર જઈ તે જાતે નિર્ણય લેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઈમેઇલ બંધ, ઓફિસમાં ડાન્સ શરૂ માઇક્રોસોફ્ટમાં તકનીકી ખામીને કારણે 74થી વધુ દેશોમાં ઈમેઇલ સેવાઓ ઠપ થઈ ગઈ. કામ બંધ થતાં કર્મચારીઓએ ઓફિસમાં જ ડાન્સ પાર્ટી કરી લીધી. કોઈ સાયકલ ચલાવવા લાગ્યો, તો કોઈ ગેમ રમવા લાગ્યો. કંપનીએ ખામીનું કારણ નેટવર્ક અપગ્રેડને ગણાવ્યું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લાલ કિલ્લા વિસ્ફોટથી બદનામ થયેલી અલ-ફલાહ યુનિવર્સિટીમાં શું બદલાયું:આતંકવાદી ડૉક્ટરનો રૂમ હજુ પણ સીલ, દાવો- વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી 2. આજનું એક્સપ્લેનર:‘સીમાંકન બિલ’ માટે વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, શું મોદી સરકારે 360 સાંસદોનો જુગાડ કરી લીધો; ગઈ વખતે 54 મત ઓછા પડ્યા હતા 3. PM મોદીએ કોનું ‘સાલ મુબારક’ કર્યું?:ડિનર પહેલાં જ અમુક મંત્રીઓને ગેસ-એસિડિટી થયાની રમૂજ થઈ; સરકારી CPUમાં સાપ ઘૂસી ગયો, જુઓ ભાગમભાગનો VIDEO 4. જમ્યા પછી મીઠાઈ ખાવાની ક્રેવિંગ શરીર માટે ખતરો!:ડૉક્ટર પાસેથી સમજો કે બોડી શા માટે ખાંડ માંગે છે; આદત છોડવાની 8 ટિપ્સ 5. પનોતી કહી 12 ફિલ્મોમાંથી વિદ્યા બાલનને કાઢી મૂક્યાં:6 મહિના સુધી અરીસો જોવાની હિંમત ન થઈ, ‘પરિણીતા’થી બન્યાં બોલિવૂડ સ્ટાર ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:સિંહ-મીન રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, મેષ રાશિના પ્રોપર્ટી સંબંધિત મામલો ઉકેલાશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Mahabharat 2 Trailer: महाभारत एक धर्मयुद्ध 2 का आया ट्रेलर, दिखा द्रौपदी चीरहरण से लेकर श्रीकृष्ण का कुरुक्षेत्र में संवाद
    Next Article
    રોહિત શર્માએ ચોગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરી:ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી; ભારત માટે ફાસ્ટ બોલર યશ ઠાકુરે ડેબ્યૂ કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment