Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રેયસની સેના સિરીઝ પર કબ્જો જમાવવા મેદાને ઉતરશે:ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી, ભારત પહેલા બેટિંગ કરશે; યશ ઠાકુરે ડેબ્યૂ કર્યું

    2 days ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી અને છેલ્લી વન-ડે આજે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ભારત માટે ગુરનૂર બરાર અને કુલદીપ યાદવ બહાર છે. મોહમ્મદ સિરાજ પરત ફર્યો છે. જ્યારે યશ ઠાકુરે ડેબ્યૂ કર્યું છે. જ્યારે કિવીઝે પણ બે બદલાવ કર્યા છે. મેટ હેનરી અને કાઇલ જેમિસન ટેસ્ટની તૈયારીના કારણે આ મેચ રમી રહ્યા નથી. તેમની જગ્યાએ જેકબ ડફી અને બ્લેર ટિકનર પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. જોકે છેલ્લી મેચમાં ભારત 244 રનથી હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડે 333 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 89 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત પાસે 7 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં વન-ડે સિરીઝ જીતવાની તક છે. ટીમે છેલ્લે 2019માં ન્યૂઝીલેન્ડમાં વન-ડે સિરીઝ જીતી હતી. ત્યારે ટીમે પાંચ મેચની સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. ત્યારબાદ 2020માં 3-0 અને 2022માં 1-0થી હાર મળી હતી. ન્યૂઝીલેન્ડે 2019 બાદથી પોતાના ઘરઆંગણે કોઈ બાયલેટરલ વન-ડે સિરીઝ ગુમાવી નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર ન્યૂઝીલેન્ડ (NZ): વિલ યંગ, ટિમ સેફર્ટ (વિકેટકીપર), નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, બ્લેર ટિકનર, જેકબ ડફી, મેથ્યુ ફિશર
    Click here to Read More
    Previous Article
    10 Days, Rs 685 Crore: Ramayana Box Office Collection Sees 51% Jump In Net Earning
    Next Article
    બિરસા મુંડાની આજે 151મી જન્મજયંતી:પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે, 3 હજાર કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment