Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:લેખકોનું ગામ કેવું હોય?

    2 दिन पहले

    લલિત ખંભાયતા 'તમે પુસ્તક લખ્યું એ તો સારી વાત છે. તમારી પાસે તો મોટો પક્ષ અને સત્તા પણ છે. લખવાનું કામ સરળ છે, પણ સામાન્ય લેખકો માટે તમે શું કર્યું, શું કરશો? દેશના ગણમાન્ય લેખકો ‘નિરાલા’, શ્યમાનારાયણ પાંડે વગેરેની પાછલી અવસ્થા નિર્ધનપણામાં વીતી હતી. દેશમાં લેખકોને ખાસ કંઈ સન્માન મળતું નથી. કોઈકે તો એ દિશામાં વિચાર કરવો જોઈએ...’ આવું કહેતી વખતે તેમની આંખોમાં આંસુ હતાં, ચહેરા પર દર્દ હતું અને ઉચ્ચારણોમાં સમગ્ર સાહિત્ય જગતની પીડા પડઘાતી હતી. એમની એટલે અટલ બિહારી વાજપેયીની. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન તો ખરા, જ પણ એનાથીય મોટા એ હિન્દી ભાષાના સર્જક. રમેશ પોખરિયાલ ‘નિશંક’ જ્યારે પોતાનું પુસ્તક લઈને વાજપેયીને અર્પણ કરવા ગયા ત્યારે તેમણે ઉપર કહી એ ટકોર (બેશક એમની પ્રભાવક હિન્દીમાં) ‘નિશંક’ને કરી. એ વાત ‘નિશંક’ના દિલમાં પણ ઊતરી ગઈ. વાજપેયીના ત્યારે છેલ્લાં વર્ષો હતાં. રમેશ પોખરિયાલ સક્રિય રાજકારણમાં હતા. રાજકીય ઉતાર-ચડાવ વચ્ચે પણ વાજપેયીની ટકોર તેમના દિલમાં સ્થિર થઈ ગઈ હતી. વાતનો અમલ થઈ શકે એવી ક્ષણ 2024ના ઓક્ટોબરમાં આવી. 27મી ઑક્ટોબરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ‘લેખક ગાંવ (ગામ)’નું ઉદઘાટન કર્યું. વાતને આજે ત્રણ ચોમાસા વીતી ગયા. ‘લેખક ગાંવ’ આમ તો નથી ગામ અને નથી માત્ર લેખકો માટેનું. તો પછી શું છે? એ સમજવા માટે ચાલો, દેહરાદૂનથી વીસેક કિલોમીટર દૂર આવેલા એ સ્થળે. થાનો નામનું ગામ છે. ગામના છેવાડે ઢોળાવ પર ખાલી જગ્યામાં 25 એકરમાં બાંધકામ થયું છે. દરવાજે લખેલું છે, ‘લેખક ગાંવ’. જતાં જમણી તરફ ભગવાન ધન્વતંરિની કદાવર મૂર્તિ ઊભી છે. હિમાલયના દરેક રાજ્યની માફક ઉત્તરાખંડમાં પણ વનઔષધિઓનો પાર નથી. એટલે ઔષધોના આરાધક દેવ હોય એમાં નવાઈ શી? વધુ જમણી તરફ મેદાન છે, જરૂર મુજબ ત્યાં મહેમાનો માટે તંબુ તાણી શકાય છે, પાર્કિંગ વ્યવસ્થા કરી શકાય છે અને જરૂર મુજબ સભા-સંમેલન પણ કરી શકાય છે. હિમાલયમાં ક્યાંય સાવ સપાટ જમીન તો ક્યાંથી મળે? અહીં પણ નથી. એટલે મેદાન પતે ત્યાં વળી થોડે ઊંચે કેટલાંક બાંધકામો છે. ડુપ્લેક્સની હારમાળા કરી એવાં મકાનો આગંતુકો માટેના ઉતારા-ઓરડા છે. એ પછીનો ભાગ વધારે ઢોળાવદાર છે. આગંતુકોના ઉતારાથી ડાબી તરફ વળીએ ત્યાં વળી મોટું મકાન દેખાય. ઉતરાખંડની પરંપરાગત કોટી બનાલ સ્થાપત્ય શૈલીમાં મકાન બનાવતી વખતે રમેશ પોખરિયાલની શરત હતી કે વચ્ચે આવે એ વૃક્ષ કપાવું ન જોઈએ. હિમાલયમાં જ જો વૃક્ષો કાપીને ઉત્સવ કરવાનો હોય તો એવા ઉત્સવો ન થાય એ જ દુનિયાના હિતમાં છે. ન કપાયું, મકાન બંધાયું. અહીંથી સૌ કોઈનું ધ્યાન એ વાતે જરૂર ખેંચાય કે ઉનાળો હોય કે શિયાળો, સવાર હોય કે બપોર અહીં સુધી તડકો પહોંચતો નથી. ક્યાંથી પહોંચે? ત્યાં આંબાના સદીઓ જૂના એવા તો કદાવર ઝાડ છે, કે ઊંચે જોતા પાઘડી પડ્યા વગર રહે નહીં. વિશાળ આંબાને જોઈને કોઈનીય આંખો ઠરે. દાદા આંબાનો છોડ રોપતા હોય અને પૌત્ર આવીને પૂછે કે આ આંબો મોટો થશે ત્યારે તમે તો નહીં હો. એ વખતે દાદા જવાબ આપે છે કે આવનારી પેઢી માટે રોપું છું. અભ્યાસમાં આવતો એ પાઠ ઘણાને યાદ હશે. એમ અહીં પૂર્વજોએ આજની પેઢી માટે રોપેલા આંબા આજની પેઢીએ રહેવા દીધા છે. આંબા નીચે નાનું એવુ મંદિર છે. કોણ બિરાજે છે? હિમાલય છે એટલે આમ તો શિવજી બિરાજતા હોય એવું બની શકે, પરંતુ શિવજીનાં ઘરેણાં ગણાતા નાગદેવતાનું એ મંદિર છે. સાથે ભગવાન નરસિંહ પણ ખરા. હિમાલયમાં અનેક જગ્યાએ નાગદેવતાનામ મંદિરો છે, એમાંનું આ એક. દરવાજેથી અહીં સુધી પહોંચતા થોડાક મીટર ચડવાનું થયું, હવે ઊતરીએ. તો સૌથી પહેલા મળે છે ધ્યાન-યોગ કરવા માટેની ખુલ્લી જગ્યા. વૃક્ષ નીચે કોઈને ધ્યાન ન લગાવવું હોય તો પણ જરા વાર સમાધિસ્થ થવાય એવી શીતળતા છે. ડાબી તરફ એકાધિક બાંધકામો થઈ રહ્યાં છે. એને ખલેલ પહોંચાડ્યા વગર આપણે નીચે ઊતરીએ તો શું જોવા મળે? ‘તક્ષશિલા સભાગાર’ છે, જ્યાં વિદ્વતજનો મળીને વિચાર-વિમર્શ-વાતો કરે છે. બાજુમાં જ વળી પુસ્તકાલય છે. નામ રાખ્યુ છે: ‘નાલંદા’. બખ્તિયાર ખિલજીએ ‘નાલંદા વિદ્યાપીઠ’ને આગ લગાડી હતી, પુસ્તકાલય મહિનાઓ સુધી સળગતું રહ્યું હતું. એ યુગ નથી અને હોય તોય રાખમાંથી પુસ્તકો બેઠાં ન થઈ શકે, પણ તેને યાદ તો કરી જ શકાય ને? એટલે પુસ્તકાલયું નામ રાખ્યું ‘નાલંદા’. અત્યારે તો લાખેક પુસ્તકો છે, આગળ જતાં હસ્તપ્રતો, દસ્તાવેજો, પુસ્તકો વગેરેની સંખ્યા દસેક લાખે પહોંચાડવાનો લેખક ગામના ‘સરપંચ’નો ઈરાદો છે. પુસ્તકાલયમાં બેઠેલાં કૃષ્ણા સોબતી, રવીન્દ્ર ભારતી, ગિરિરાજ કિશોર, મુનશીજી, વ્યાસ-વાલ્મીકિ અને તુલસી-કબીર આટલી કામગીરી જોઈનેય રાજી તો થાય જ છે. પુસ્તકાલયમાંથી જ્ઞાનભૂખ ભાંગ્યા પછી જો પેટની ભૂખ ઠારવી હોય તો બાજુમાં ‘હિમાલયન રસોઈ’ નામે રેસ્ટોરાં છે. વાનગીઓ તો આખું ભારત ખાતું હોય એવી મળે પણ હિમાલયના છોડ-વેલામાંથી બનેલી વિશિષ્ટ વાનગીઓ પણ મળી રહે. ભોજન પછી જિજ્ઞાસા થાય કે કયા છોડ-વેલા-વનસ્પતિમાંથી શું બને છે, તો પછી પ્રવેશ કરવો પડે ‘પ્રકૃતિની પાઠશાળા’ નામના વિભાગમાં. અહીં તમામ છોડ-વેલા-વૃક્ષો સાથે તેનું આયુર્વેદિક-વૈજ્ઞાનિક મહત્ત્વ નાનકડા બોર્ડ સ્વરૂપે તથા ક્યુઆર કોડ દ્વારા અપાયેલું છે. કોઈને જિજ્ઞાસા થાય કે લેમન ગ્રાસનો ખરેખર શું ઉપયોગ છે, તો પળવારમાં જાણી શકે. આટલું ફરતાં નજર પડે ખંડેર થયેલા જૂના બાંધકામ પર. નવા વિકસી રહેલા ગામમાં આ જૂનું બાંધકામ શેનું હશે? જૂનું બાંધકામ સમજવા માટે જૂના યુગમાં જવું પડશે. આ સ્થળ મસૂરી જેટલું ઊંચુ નથી, દેહરાદૂન જેટલું મેદાની પણ નથી. એક યુગ હતો જ્યારે પહાડી ઊંચાઈના અને મેદાની સપાટીના વેપારીઓ સામસામા અહીં એકઠા થતા હતા. વેપાર-વિનિમય કરતાં હતા. સમય બદલાયો અને મસૂરી (અને એનાથીય આગળ) રોડ બની ગયા એટલે એ રીતે વેપાર-વિનિમય કરવાનો બહુ પ્રશ્ન ન રહ્યો. પરંતુ એ વખતનાં બાંધકામો અહીં અવશેષો સ્વરૂપે સચવાઈ રહ્યા છે. તેનું પુરાત્ત્વ વિભાગ દ્વારા રિસ્ટોરેશન કરાવાઈ રહ્યું છે. અત્યારે જે અવશેષો છે એ નુકસાનગ્રસ્ત ન થાય કે પડી ન જાય એ રીતે તેને જાળવી રખાયા છે. ફરતે ફરી લીધા પછી જો આપણું ધ્યાન વચ્ચે પડે તો ‘નક્ષત્ર વન’ છે, રાશિ મુજબની આયુર્વેદિક વનસ્પતિઓ છે. એ બધા વચ્ચે ધ્યાન ખેંચે એવું એક પૂતળું છે. કોનું? કોનું હોવું જોઈએ? અટલ બિહારી વાજપેયીનું જ! સર્જક તરીકે बुलाती तुम्हें मनाली જેવી કવિતા લખનારા વાજપેયી અહીં આવ્યા હોત તો આ સ્થળ વિશે પણ કવિતા લખી હોત! વાજપેયીને યાદ કર્યા પછી ગામ વિશે કંઈ કહેવા જેવું રહે છે? એ નક્કી કરવા માટે એક વખત ત્યાં આંટો મારી આવો. કૃત્રિમ ગામોની કુદરતી ભૂમિ ઉત્તરાખંડનાં મોટાં ભાગનાં ગામો ઢોળાવ પર છે. શહેરીકરણની અસરથી આ રાજ્ય પણ બાકાત નથી. એટલે ગામ ખાલી થવા લાગ્યાં છે. આવાં ખાલી થતા ગામોને હર્યાંભર્યા કરવા માટે કેટલાક યુવાનોએ મળીને ‘ગ્રીન પીપલ’ નામે સંસ્થા સ્થાપી. એ હવે ‘બકરી ગાંવ’ સહિતનાં કેટલાંક કૃત્રિમ બનાવેલાં ગામોનું સંચાલન કરે છે. આવાં ગામો કન્સેપ્ટ આધારિત હોય. જેમ કે ‘બકરી ગાંવ’ (ગોટ વિલેજ) મસૂરીથી ઉપર પહાડો પર છે. ‘પંતવારી’ નામનું સ્થળ વટાવ્યા પછી તો માત્ર ચાલીને જઈ શકાય. એ પ્રવાસીઓ માટેનું કન્સેપ્ટ ગામ છે. ત્યાં આવે, પ્રવાસીઓ રહે અને હિમાલયના પ્રેમમાં પડે. પડેલા જ હોય તો વધુ પડે. લેખકોના ગામમાં કોનું સ્વાગત છે? એ સૌ કોઈનું સ્વાગત છે, જે સર્જક છે. ચિત્રકામ હોય કે માટીકામ, લેખન હોય કે બીજી કોઈ કળા. અહીં એ વિકસાવવા પ્રયાસ થઈ રહ્યો છે. મૂળ ઈરાદો તો લેખકોને શાંતિભર્યુ, રમણીય, સુવિધાસજ્જ, જ્ઞાનસમૃદ્ધ ઠેકાણું મળે એવો છે. અહીં કોણ આવી શકે, કેટલો સમય રહી શકે, રહેવા કેટલો ખર્ચ થાય, દર વર્ષે યોજાતા ઉત્સવો વગેરેની માહિતી તેની વેબસાઈટ પર lekhakgaon.com મુકાયેલી છે. રમેશ પોખરિયાલ કહે છે કે દુનિયામાં આવાં કેટલાંક સ્પેશિયલાઈઝ્ડ ગામો છે, પણ માત્ર લેખકો માટે જ વિકસ્યું હોય, વિકસી રહ્યું હોય એવું આ જગતનું એકમાત્ર સ્થળ છે.
    Click here to Read More
    Previous Article
    અર્થાત્:શબ્દસૌંદર્ય; દીવો
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:સાત ખંડ, સાતસો ઈચ્છા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment