Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાચી સંવેદના:‘એ મારા પેટમાં હતો ત્યારે એણે અજાણતાંય મને લાતો મારી જ હશે ને!’

    6 hours ago

    કનુને હમણાંનું શું થઈ ગયું હતું તે સતત એ એની મમ્મીનું અપમાન કર્યે જતો હતો. એની પત્નીની હાજરીમાં કે કોઈ સગાં અથવા મિત્ર એના ઘરે આવેલ હોય ત્યારે એને એમ લાગે કે મમ્મીની કશીક ભૂલ થઈ છે તો એ બધાંની હાજરીમાં એ મમ્મીને જેમતેમ બોલી નાખતો. વળી, જો ગમે તેને ખખડાવી દેવાની તેની આદત હોત તો એ એની પત્ની કે બાળકોને પણ લડી નાખતો હોત, પણ એને તો માત્ર મમ્મી સાથે જ કશો વાંધો પડ્યો હતો! ને એટલે તો એ પત્ની કે બાળકો કે અન્ય કોઈની સાથે આવી વર્તણૂક કરતો જ નહોતો. દીકરાની આવી ગમે તેની હાજરીમાં તેમને ઉતારી પાડવાની આદત હોવા છતાં સુરેખાબહેન સહેજેય ખોટું લગાડતાં જ નહીં. એમની બહેનપણીઓ અને સગાં-સંબંધીઓ એમને દીકરાથી અલગ રહેવા સમજણ આપતાં પણ એ એના માટે તૈયાર થતાં જ નહીં. એ સામેથી બધાંને જવાબ આપતાં, ‘એ ગમે તેમ બોલે તોય એ મારો દીકરો છે ને. એ મારા પેટમાં હતો ત્યારે એણે અજાણતાંય મને લાતો મારી જ હશે ને! હું તો એમ માનું છું કે એ જે કંઈ મારી સાથે કરે છે એ ભગવાનની ઇચ્છાથી જ કરે છે. કદાચ ભગવાનને એ ગમતું હશે કે કોઈ દીકરો ભલે એની માને બધાંની વચ્ચે ધિક્કાર્યા કરે. હું તો સદાય એને મારા આશીર્વાદ જ આપું છું. કહેવત છે ને કે ‘છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય!’ બધાં સુરેખાબહેનની દીકરા પ્રત્યેની આવી લાગણી જોઈ વધારે દલીલ ન કરતાં પરંતુ સુરેખાબહેનની સંવેદના કદાચ છેક ઈશ્વર સુધી પહોંચી ગઈ કે શું તે થોડા દિવસ બાદ કનુ એમની પાસે આવી એમના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. }- અનંત પટેલ
    Click here to Read More
    Previous Article
    Aaj Ka Panchang 15 November 2026: 15 नवंबर को बन रहा बेहद शुभ संयोग, बनेंगे शुभ काम, पढ़ें दिनभर का पूरा पंचांग
    Next Article
    લક્ષ્યવેધ:સાચી દિશા, સારું પરિણામ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment