Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટક ફરવા ગયેલા દંપતીની બોટ પલટતા સંતાનો સામે જ મોત:હરંગી બેકવોટર્સમાં બોટિંગ સમયે દુર્ઘટના થતાં બોટ નીચે ફસાયા, લાઈફ જેકેટ પહેર્યું હતું; સુરતના અનાવિલ સમાજમાં શોક

    1 day ago

    સુરતથી વેકેશનની ખુશીઓ માણવા કર્ણાટકના પ્રવાસે ગયેલા સુરતના એક પરિવાર માટે આ સફર જીવનભરનો ક્યારેય ન ભૂલાય તેવો કારમો આઘાત બની ગઈ. અડાજણ વિસ્તારમાં ગ્રીન પાર્કમાં રહેતા 50 વર્ષીય જાણીતા આર્કિટેક્ટ અને અનાવિલ સમાજના અગ્રણી ધર્મેશભાઈ દેસાઈ અને તેમના 48 વર્ષીય શિક્ષિકા પત્ની નિમ્મીબેન દેસાઈનું કર્ણાટકના કુશલનગર નજીક હરંગી બેકવોટર્સમાં બોટ પલટી જતાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં દંપતીની સાથે રહેલા તેમના પુત્ર અને પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. તીવ્ર વળાંક લેતા ચાલકે કાબૂ ગુમાવ્યો અને બોટ પલટી અનાવિલ સમાજના અગ્રણી ધર્મેશભાઈ દેસાઈ તેમના પત્ની નિમ્મીબેન, પુત્ર અને પુત્રી સાથે રજાઓ ગાળવા કર્ણાટકના કોડાગુ ખાતે ગયા હતા. પ્રવાસ દરમિયાન પરિવાર કુશલનગર નજીક હરંગી બેકવોટર્સ ખાતે 'એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ' દ્વારા સંચાલિત બોટમાં સવાર થઈને બોટિંગની મજા માણી રહ્યો હતો. આ દરમિયાન બોટ પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને અચાનક એક તીવ્ર વળાંક લેતી વખતે બોટના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોટ ઊંડા પાણીમાં પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે પરિવારના ચારેય સભ્ય પાણીમાં ખાબક્યા હતા. લાઈફ જેકેટ હોવા છતાં બોટ નીચે ફસાતા જીવ ગુમાવ્યો આ ઘટનાની સૌથી કરૂણ બાબત એ રહી કે બોટિંગ કરતી વખતે પરિવારના ચારેય સભ્યોએ સુરક્ષાના ભાગરૂપે લાઈફ જેકેટ પહેર્યાં હતા. બોટ પલટતા જ આસપાસ હાજર સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સનો સ્ટાફ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો અને પાણીમાં તરતા બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢી કિનારે પહોંચાડ્યા હતા. પરંતુ કમનસીબે ધર્મેશભાઈ અને નિમ્મીબેન પલટી ગયેલી બોટની બરાબર નીચે ફસાઈ ગયા હતા. લાઈફ જેકેટ પહેર્યું હોવા છતાં બોટના ભારે વજન અને નીચે ફસાઈ જવાના કારણે તેઓ પાણીની સપાટી પર આવી શક્યા ન હતા અને બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ-ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન, બેદરકારી અંગે તપાસ નજર સામે જ માતા-પિતાને ગુમાવનાર બંને માસૂમ સંતાનો ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને કુશલનગર ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ પાણીમાંથી દંપતીના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે કુશલનગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખસેડ્યા હતા. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી બોટ સંચાલકોની બેદરકારી સહિતના મામલે તપાસ શરૂ કરી છે. સુરતના અનાવિલ સમાજમાં ઘેરા શોકની લાગણી મૃતક ધર્મેશભાઈ વ્યવસાયે આર્કિટેક્ટ હતા, જ્યારે તેમના પત્ની નિમ્મીબેન શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. ધર્મેશભાઈ સામાજિક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહેતા હતા. ખાસ કરીને 'દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરત'ના ગ્રાઉન્ડ અને સેકન્ડ ફ્લોર તેમજ કડોદરાની મગનવાડીના એસી હોલના રિનોવેશનમાં તેમનો ખૂબ જ અમૂલ્ય સહકાર રહ્યો હતો. આ સેવાભાવી દંપતીના અચાનક મોતના સમાચારથી અડાજણ સહિત સમગ્ર અનાવિલ સમાજમાં ઘેરો શોક છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ મહિલા રાઇડર પાછળ બેઠા, VIDEO:ગિગ વર્કર્સની રેલીમાં કહ્યું- અમે તમને મજૂર નહીં, પાર્ટનર બનાવવા માંગીએ છીએ, ભાજપ અબજોપતિઓને ફાયદો પહોંચાડી રહી છે
    Next Article
    India U19 vs Pakistan U19 Live Streaming: When And Where To Watch U19 Asia Cup Fina

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment