Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ચલાલા રૂટની ટ્રેન હડફેટે સિંહણનું મોત:વિસાવદરના ખંભાળિયા નજીકનો બનાવ, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

    1 day ago

    ​જૂનાગઢ-ચલાલા મીટર ગેજ લોકલ ટ્રેનની અડફેટે આશરે પાંચથી નવ વર્ષની એક સિંહણનું મોત થયાની દુર્ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે વન વિભાગના અધિકારી ડાંભલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓજત નદી પાસે આવેલા રેલવે ફાટક પર પિલર નંબર 44 અને 29/6 પોલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. બપોરે અંદાજે 12:30 વાગ્યે અચાનક જ સિંહણ ટ્રેન સામે આવી જવાથી આ અકસ્માત સર્જાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો ​આ બનાવ બન્યા બાદ વન વિભાગ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 24 કલાકમાં જ ફરજ બજાવવાની સાથે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ તેમજ આગળની કાર્યવાહી માટે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવી રહ્યો છે. રેલવે વિભાગ આ બાબતથી સંપૂર્ણપણે અજાણ? ​જ્યારે આ સમગ્ર મામલે રેલવે તંત્ર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને આ અંગે કોઈ જ ખ્યાલ ન હોવાનું સામે આવ્યું હતું. સૌથી નવાઈની અને આશ્ચર્યજનક વાત એ છે કે સિંહણના મોત જેવી ગંભીર ઘટના બન્યાના કલાકો વીતી જવા છતાં રેલવે વિભાગ આ બાબતથી સંપૂર્ણપણે અજાણ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં ઘુડખર અભયારણ્યમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ:વન વિભાગને ₹ 31 લાખની આવક; આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ
    Next Article
    Man Poses As PMO Official, Threatens CCTV Firm For Heavy Discounts, Charged

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment