Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશનમાં ઘુડખર અભયારણ્યમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ:વન વિભાગને ₹ 31 લાખની આવક; આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ

    5 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા નજીક કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં દિવાળી વેકેશન દરમિયાન 25,000થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. પ્રવાસીઓની વધેલી અવરજવરના કારણે વન વિભાગને ₹ 31 લાખની આવક થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અભયારણ્યની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી નોંધાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો કચ્છના નાના રણમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ રણ 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ઘુડખર, વિદેશી પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઘુડખર એવું પ્રાણી છે જે સમગ્ર વિશ્વમાં માત્ર અહીં જ જોવા મળે છે. શિયાળામાં વિદેશી અને સ્થાનિક પક્ષીઓની અવરજવર વધી શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છના નાના રણમાં આવે છે, જેમને નિહાળવા માટે દેશ-વિદેશના પક્ષીપ્રેમીઓ પણ અહીં મુલાકાત લે છે. આ વર્ષે વિદેશી પક્ષીઓની સાથે સ્થાનિક પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વર્ષ 2023-24ની ગણતરી મુજબ 7,672 ઘુડખર નોંધાયા વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. વર્ષ 2023-24માં હાથ ધરવામાં આવેલી છેલ્લી ગણતરીના આંકડા મુજબ કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુડખરની કુલ સંખ્યા 7,672 નોંધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Live News Update 17 June 2026: Maharashtra Shivsena Crisis | Sanjay raut | Weather Update
    Next Article
    જૂનાગઢ ચલાલા રૂટની ટ્રેન હડફેટે સિંહણનું મોત:વિસાવદરના ખંભાળિયા નજીકનો બનાવ, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment