Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિત્રોડાએ કહ્યું-પીએમ ફોન ટેપ કરતા નથી:રાહુલે ટેપિંગનો આરોપ લગાવ્યો હતો; પિત્રોડાએ કહ્યું- મોદી સાથેના મારા અંગત સંબંધો રાજકારણથી અલગ

    7 घंटे पहले

    રાહુલ ગાંધીના ફોન ટેપિંગના આરોપો વચ્ચે કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ કહ્યું છે કે વડાપ્રધાન આવું કરતા નથી. જોકે તેમણે દાવો કર્યો કે મારો ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યો છે. મારા લેપટોપ પર સાયબર હુમલો થયો અને બેંક ખાતાઓ પર નજર રાખવામાં આવી. NDTVને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મારો ફોન ટેપ કરી રહ્યા નથી. રાહુલ સાથે શું થયું, તે હું જાણતો નથી. તેમણે પીએમ મોદી સાથે દિવાળી અને ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ આપવાને લઈને ઊભા થયેલા વિવાદ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ફોન ટેપ કોણ કરી રહ્યું છે, મને ખબર નથી ફોન ટેપ અંગે: સેમ પિત્રોડાએ કોના પર ફોન ટેપ કરવાનો તેમને શંકા છે તે જણાવવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, “મને ખબર નથી કે કોણ કરી રહ્યું છે અને મને તેની પડી પણ નથી. મને તેનાથી કોઈ પરેશાની નથી.” મોદી સાથેના સંબંધો અંગે: પિત્રોડાએ કહ્યું કે અંગત સંબંધોને રાજકીય હરીફાઈથી અલગ રાખવા જોઈએ. તેમણે કહ્યું, “મોદી હંમેશા તેમના અને તેમની પત્ની પ્રત્યે ઉષ્મા અને આત્મીયતા દર્શાવતા રહ્યા છે. હું તમારી સાથે અસહમત હોઈ શકું છું અને છતાં તમારી સાથે કૉફી પી શકું છું.” પિત્રોડાએ કહ્યું કે વડાપ્રધાન સાથે તેમના અંગત સંબંધો સારા હોઈ શકે છે, પરંતુ રાજકીય અને વૈચારિક મતભેદો યથાવત્ છે. તેમણે કહ્યું કે ભારતમાં રાજકારણથી આગળ ધર્મને ન રાખવો જોઈએ. વડાપ્રધાન સૌના હોય છે અને તેમણે મંદિરો તથા પૂજા-પાઠ પર આટલો સમય ન આપવો જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે શુભેચ્છાઓની આપ-લે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ નહોતો. આ માત્ર સેમ પિત્રોડા અને નરેન્દ્ર મોદી વચ્ચેની અંગત વાતચીત હતી. રાહુલ ગાંધીના ફોન ટેપિંગના આરોપો પર પણ બોલ્યા પિત્રોડાએ રાહુલ ગાંધીના ફોનની દેખરેખ સંબંધિત આરોપો અંગે કહ્યું કે તેમના ફોન અને ડિવાઇસ પર પણ સતત હુમલા થતા રહે છે. જોકે, તેમણે આ પાછળ કોણ છે તે જણાવ્યું નથી. રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ અંગે તેમણે કહ્યું કે ત્યાં તેઓ વિદ્યાર્થીઓ અને થિંક ટેન્કને મળે છે. કોંગ્રેસનો કોઈ ભારતવિરોધી એજન્ડા નથી. પાર્ટી લોકશાહી, વિવિધતા અને સમાવેશ પર ભાર મૂકે છે. સેમે કહ્યું હતું- મુસ્લિમો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને બૌદ્ધોને પૂછો કે તેઓ ભારતમાં કેવું અનુભવે છે બે મહિના પહેલાં ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પિત્રોડાએ કહ્યું હતું કે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો અને યહૂદીઓને પૂછવું જોઈએ કે તેઓ આજે ભારતમાં કેવું અનુભવે છે. 'માત્ર એટલું કહેવું પૂરતું નથી કે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને બૌદ્ધોનું સન્માન કરવામાં આવે છે. જો વ્યવહારમાં તેનાથી વિપરીત થાય છે, તો કથની અને કરનીમાં અંતર સ્પષ્ટ દેખાય છે. પિત્રોડાના અગાઉના 3 ચર્ચિત નિવેદનો... 27 ફેબ્રુઆરી 2025- 'ભારતમાં મારી કોઈ મિલકત નથી, રાજીવ-મનમોહન સરકારમાં પગાર લીધો નથી' રાહુલ ગાંધીના નજીકના અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા પર કર્ણાટકના એક ભાજપ નેતાએ 150 કરોડ રૂપિયાની સરકારી જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પિત્રોડાએ બુધવારે જવાબ આપ્યો. તેમણે કહ્યું- ભારતમાં મારી પાસે કોઈ જમીન, ઘર કે શેર નથી. 4 સપ્ટેમ્બર 2024- 'રાહુલ ગાંધી પિતા રાજીવ કરતાં વધુ સમજદાર' સેમે 4 સપ્ટેમ્બર 2024ના રોજ કહ્યું હતું કે રાજીવ ગાંધીની તુલનામાં તેમના પુત્ર રાહુલ ગાંધી વધુ સમજદાર છે. તેઓ બૌદ્ધિક હોવા ઉપરાંત એક સારા વ્યૂહરચનાકાર પણ છે. રાજીવ થોડા વધુ મહેનતુ હતા. બંનેનું DNA એકસરખું છે. બંને નેતાઓ આઈડિયા ઑફ ઇન્ડિયાના સંરક્ષક છે. 8 મે 2024- 'દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે, પછી રાજીનામું આપ્યું' કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ 8 મે 2024ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં પૂર્વના લોકો ચીની અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે. પિત્રોડાનું આ નિવેદન સામે આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના વારંગલમાં સભા કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું, 'શહેજાદાના ફિલોસોફરે ચામડીના આધારે દેશવાસીઓનું અપમાન કર્યું. ગાળો આપી.' કોંગ્રેસે પિત્રોડાના નિવેદનથી પોતાને કિનારો કરી લીધો હતો. કોંગ્રેસે કહ્યું કે ભારતની વિવિધતાની આ વ્યાખ્યા સ્વીકાર્ય નથી. વારસાગત ટેક્સ અંગેના નિવેદનોને લઈને પિત્રોડા પહેલેથી જ વિવાદોમાં હતા. જોકે 26 જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સેમ પિત્રોડાને ફરીથી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. ----------------------------------------------
    Click here to Read More
    Previous Article
    શાહરુખ સાથે 'જોશ'માં જોવા મળેલ હેન્ડસમ હંકની દયનીય હાલત!:શરદ કપૂર મેલાં કપડાં સાથે ખરાબ રૂમમાં કેદ, લાચારીમાં 4 કૂતરાઓનું રેસ્ક્યૂ; કહ્યું- 'કામ-મદદની જરૂર...'
    Next Article
    મંત્રી ભવનમાં પૂર્વ મંત્રી સૌરભ દલાલની અચાનક એન્ટ્રી:રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક, અમદાવાદ એરપોર્ટ પર ભાજપના જૂના નેતાઓ સાથે બેઠક કરી PM મોદી દિલ્હી રવાના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment