Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાકભાજીની લારી ઉભી રાખશો તો બંનેને જાનથી મારી નાખીશું:ભરતનગર શાકમાર્કેટમાં શાકભાજીના વેપારી પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

    7 घंटे पहले

    શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરતા પિતા-પુત્ર પર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકા-પાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના ભરતનગર હરીઓમનગર સીંગલીયા ખાતે રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ બારૈયા ઉં.વ.32 અને તેમના પિતા ગોવિંદભાઈ ભવાનભાઈ બારૈયા ભરતનગર શાકમાર્કેટ, જૂના પોલીસ સ્ટેશન પાસે શાકભાજીની લારી રાખીને વેપાર કરે છે સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં પિતા-પુત્ર પોતાની લારી પર વેપાર કરી રહ્યા હતા, તે દરમિયાન સંતુભા નામના શખ્સે ત્યાં આવીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. સુરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સંતુભાએ મોબાઈલ ફોન કરીને તેના મિત્રો મોહિતભાઈ બારોટ અને હરેશ ઉર્ફે નાનો રાજેશભાઈ પરમારને સ્થળ પર બોલાવ્યા હતા. થોડીવારમાં મોહિત બારોટ હાથમાં લાકડાનો ધોકો લઈને ત્યાં આવી પહોંચ્યો હતો ત્યારબાદ સંતુભા, મોહિત બારોટ અને હરેશ ઉર્ફે નાનો એમ ત્રણેય શખ્સોએ ભેગા મળી પિતા-પુત્રને બેફામ ગાળો આપી હતી. સંતુભા અને હરેશે ઢીકા-પાટુનો માર માર્યો હતો, જ્યારે મોહિત બારોટે લાકડાના ધોકા વડે પિતા-પુત્ર પર હુમલો કરી બંનેને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી, આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા ત્રણેય હુમલાખોરોએ પિતા-પુત્રને "હવે જો અહીં શાકભાજીની લારી ઉભી રાખશો તો બંનેને જાનથી મારી નાખીશું અને જીવતા નહીં રહેવા દઈએ" તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર સુરેશભાઈ બારૈયાએ હુમલાખોર સંતુભા, મોહિત બારોટ અને હરેશ ઉર્ફે નાનો રાજેશભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના મહિલા અને બાળ અધિકારીની ભરૂચ બદલી:આઈ. આઈ. મન્સૂરીને અધિકારીઓ અને કર્મચારીઓએ વિદાય આપી
    Next Article
    બેડી યાર્ડમાં લાભપાંચમના શુભ મુહૂર્તે હરાજી શરૂ, 1100 વાહનોની આવક:પ્રથમ દિવસે મગફળીના ₹1610 અને મગના ₹1910 પ્રતિ મણ ભાવ બોલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment