Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેડી યાર્ડમાં લાભપાંચમના શુભ મુહૂર્તે હરાજી શરૂ, 1100 વાહનોની આવક:પ્રથમ દિવસે મગફળીના ₹1610 અને મગના ₹1910 પ્રતિ મણ ભાવ બોલાયા

    7 hours ago

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસના દિવાળી વેકેશન બાદ આજે લાભપાંચમના શુભ મુહૂર્તે ખેત પેદાશોની હરાજીનો પુનઃ પ્રારંભ થયો છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ દિવસે 1100 જેટલા વાહનો સાથે ખેડૂતો પોતાની જણસી લઈને ઉમટી પડતાં યાર્ડ બહાર લાંબી કતારો લાગી હતી. મુહૂર્તની હરાજીમાં મગફળીના પ્રતિ મણ ₹1610 અને મગના ₹1910 ભાવ ઉપજતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મગફળી-મગની હરાજીથી શુભારંભ, જીરુંના ભાવ ₹5300થી 5600 નક્કી કરાયા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે, લાભપાંચમના દિવસે મગફળી અને મગ એમ બે જણસીઓથી હરાજીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 20 કિલો મગફળીનો ભાવ ₹1610 અને મગનો ભાવ ₹1910 બોલાયો છે. આ ઉપરાંત જીરુંના ₹5300થી 5600 સુધીના ભાવ નક્કી કરાયા છે, જ્યારે અન્ય જણસીઓની હરાજી ક્રમશઃ શરૂ કરવામાં આવશે. ઉત્પાદનમાં 30થી 40 ટકા ઘટાડા સામે ભાવમાં 25થી 30 ટકા તેજીનો અંદાજ બજારના જાણકારો અને વેપારીઓના મતે આ વર્ષે ખેત પેદાશોના ઉત્પાદનમાં અંદાજે 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેની સામે બજાર ભાવમાં 25થી 30 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તલ, મગ અને સોયાબીન સહિતના પાકોમાં દિવાળી પહેલાં કરતાં પણ ઊંચા ભાવ ઉપજવાની પૂરી શક્યતા હોવાથી ખેડૂતોને સારું વળતર મળવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    શાકભાજીની લારી ઉભી રાખશો તો બંનેને જાનથી મારી નાખીશું:ભરતનગર શાકમાર્કેટમાં શાકભાજીના વેપારી પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    Opinion: Sonia Gandhi, Belonging And Why This Story Lies On Other Side Of Politics - By Shashi Tharoor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment